તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામ નગરપાલિકાના ચોપડે જન્મ અને મૃત્યુની નોંધણી કરવામાં આવે છે. જાન્યુઆરીથી નવેમ્બર સુધીના 11 માસના આંકડા પર નજર નાખવામાં આવે તો સૌથી વધુ જન્મ ઓક્ટોબરમાં 721 અને નવેમ્બરમાં 362 નોંધાયા છે જ્યારે મૃત્યુમાં સૌથી વધુ મોત સપ્ટેમ્બર માસમાં 143 અને ઓછામાં ઓછા માર્ચમાં 73 નોંધાયા છે. સરકારની સૂચના મુજબ નગરપાલિકા દ્વારા જન્મ અને મૃત્યુના રેકર્ડ રાખવામાં આવતા હોય છે. દવાખાનાઓમાંથી આવતી માનવીઓના જન્મ અને મૃત્યુની વિગતથી લઇને સંબંધિત વ્યક્તિઓ પણ પોતાના પરીવારના રેકર્ડ માટે દાખલા કઢાવવા માટે આવતા હોય છે. નગરપાલિકા કક્ષાએ સંકુલના લોકોના જન્મ અને મૃત્યુના આંકડાનું રેકર્ડ રાખવામાં આવતું હોય છે.
2019માં 6191 માનવીના જન્મની નોંધણી
નગરપાલિકાના ચોપડેથી મળતી માહિતી મુજબ ગતવર્ષની આંકડાની વિગત જોવામાં આવે તો જન્મમાં જાન્યુઆરી 523, ફેબ્રુઆરી 431, માર્ચ 355, એપ્રિલ 427, મે 458, જુન 546, જુલાઇ 590, ઓગસ્ટ 581, સપ્ટેમ્બર 600, ઓક્ટોબર 596, નવેમ્બર 579, ડિસેમ્બર 505 મળી કુલ 6191નો આંક થાય છે. જ્યારે મરણમાં અનુક્રમે 131, 106, 105, 97, 108, 97, 111, 89, 95, 97, 115, 96 મળી કુલ 1247ના મોત થયા છે.
જન્મ અને મરણની નોંધણી આવશ્યક
જન્મ અને મરણની નોંધણી કરાવવી આવશ્યક છે. હાલ બદલાયેલા જમાનામાં ડગલેને પગલે જન્મ અને મરણના પ્રમાણપત્રની જરૂર પડતી હોય છે. જુદી જુદી કક્ષાએ જરૂરીયાત બનેલા આ દાખલા માટે નાગરીકોએ સમયસર કાળજી રાખીને નગરપાલિકા કક્ષાએ જઇને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તેની નોંધણી કરાવવી જોઇએ. સમયસર દાખલા મેળવવા જોઇએ જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા જન્મ અને મરણના દાખલા આપવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જન્મ અને મરણના આંકડા ઉડતી નજરે
માસ | જન્મ | મરણ |
જાન્યુઆરી | 503 | 119 |
ફેબ્રુઆરી | 371 | 115 |
માર્ચ | 425 | 73 |
એપ્રિલ | 358 | 95 |
મે | 528 | 141 |
જૂન | 479 | 116 |
જુલાઇ | 492 | 104 |
ઓગસ્ટ | 683 | 113 |
સપ્ટેમ્બર | 667 | 143 |
ઓક્ટોબર | 721 | 118 |
નવેમ્બર | 362 | 140 |
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.