તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લો બોલો!:પોલીસ મથકમાંથી જ હેડ કોન્સ્ટેબલનો મોબાઇલ ગૂમ

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે આમ જનતા પોતાના મોબાઇલ ગૂમ થયા હોય કે ચોરી થયા હોય તો પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવવા જતા હોય છે પરંતુ ગાંધીધામના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલને ફાળવાયલો સરકારી મોબાઇલ પોલીસ મથકમાંથી ગૂમ થયો હોવાની જાણવા જોગ પોલીસ કર્મીએ પોતાના જ મથકે નોંધાવી છે.

આ બાબતે એ-ડિવિઝન પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રવિરાજ કે. પરમારે પોતાના જ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરાવી હતી કે તા.20/8 ના કોઇપણ સમયે પોલીસ મથકની એલઆઇબી શાખામાંથી તેમને ફાળવવામાં આવેલો સરકારી મોબાઇલ ગૂમ થયો હતો. આ મોબાઇલ ફોન ગૂમ થયા બાદ મળી જશે વિચારી જાતે શોધખોળ કરી પરંતુ આજ દિવસ સુધી ન મળતાં આખરે તેમણે આ બાબતે જાણવા જોગ નોંધાવી હતી. સરકારી મોબાઇલ ગૂમ થયો છે જે અતિ ગંભીર બાબત છે. હાલ તો આ મોબાઇલ શોધવા માટે તપાસનો ધમધમાટ જારી છે. પરંતુ જોવાનું એ રહ્યું કે આ મોબાઇલ ચોરાયો છે કે ગૂમ થયો છે.

અન્ય સમાચારો પણ છે...