દીન દયાળ પોર્ટ સહિત અન્ય બંદરોમાં મેજર પોર્ટ 1963નો કાયદો રદ્દ કરીને ઓથોરિટી બનાવવા માટે કરવામાં આવેલી જાહેરાત રાજપત્રમાં પ્રકાશીત કરીને 3 નવેમ્બરથી લાગુ કરી દેવાતા તેનો ડીપીટી અને પોર્ટ ચારેય મુખ્ય યુનિયન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ અને જલ માર્ગ દ્વારા લાગુ કરવામાં અવેલા મેજર પોર્ટ ઓથોરીટી એક્ટ ના અમલીકરણનો પોર્ટમાં કાર્યરત ચારેય મુખ્ય યુનિયનો કંડલા પોર્ટ વર્કર્સ યુનિયન, કંડલા પોર્ટ કર્મચારી સંઘ, ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન અને કુશળ બિનકુશળ અસંગઠિત કામદાર યુનિયન દ્વારા પોર્ટના પ્રશાસનિક ભવન સામે વિરોધ પ્રદર્શન અને સુત્રોચ્ચાર કરવમાં આવ્યા હતા. વેલજીભાઈ જાટે જણાવ્યું કે જરુરી નિય્મો બહાર પાડ્યા વિના ઉતાવળે લાગુ કરવામાં આવેલા એક્ટથી અનેક સમસ્યાઓ સર્જાશે. ખાનગીકરણને પ્રોત્સાહન મળશે. એલ. સત્યનારાયણે ઓથોરીટી એક્ટની કામદારો પર થનારી અસર વિશે કામ્દારોને માહિતગાર કર્યા હતા. મોહનભાઈ આસવાનીએ એક્ટન ગેરફાયદા ગણવીને મેજર પોર્ટોમાં પાછલા દરવાજેથી ખાનગીકરણ ઘુસાડવાની મંશા હોવાનું જણાવ્યું હતું. આ સાથે વિરોધ પ્રદર્શનમાં કિર્તી આચાર્ય, સતીષ મોતા, ભારતીબેન મહેતા, દેવજી રતડ, નજર મોહમદ, લલિત વરિયાની, બિપિન વાઘેલા, રાણાભાઈ વિસ્રીયા, શ્યામ મુર્તિ સહિતનાએ ઉપસ્થિત રહ્યા હતા.
ડોક્ટરો, અધિકારીઓમંા બદલી અંગે ચર્ચાનો માહોલ
એક્ટ લાગુ પડ્યાનું બહાર આવતા કથળતી પરિસ્થિતિ માટે જાણીતી ડીપીટી હોસ્પિટલના તબીબો અને અધિકારીઓમાં અન્ય સ્થળોએ ટ્રાન્સફર આપી દેવાશે તો ? તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. એકજ સ્થળે વર્ષોથી બેસીને કામ કરી રહેલા અન્ય સ્ટાફમાં પણ આ ચીંતા અને ચર્ચા જોવા મળી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.