કામગીરી:કોરોના સામે પગલાં ભરી શકાય તે માટે પાલિકાને સરકારે 15 લાખ રૂપિયા મંજૂર કર્યા

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોગચાળા સામે પણ વ્યવસ્થિત રીતે કામગીરી કરી શકાય તે માટે અપાઈ સૂચના
  • સેનિટાઈઝેશન,હેન્ડ ગ્લોવ્ઝ સહિતની સામગ્રી વસાવવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં લોકોને મુશ્કેલી ન પડે અને રોગચાળો વધુ ન ફેલાય તે મુદ્દે તાજેતરમાં અંદાજે 15 લાખ રૂપિયાની રકમ મંજૂર કરાઇ હતી. ‌પાલિકાને આપવામાં આવેલી આ રકમમાંથી સેનિટાઇઝેશન, હેન્ડ ગ્લોવ્ઝ સહિતની સામગ્રી ખરીદવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા જે તે સમયે અગાઉ કોઈના કામમાં લોકોને આરોગ્યલક્ષી સુવિધા સહિતના મુદ્દે જે મુશ્કેલી પડી હતી તે હવે એમા કચાશ ન આવે તે હેતુથી જુદી-જુદી સૂચનાઓ અને પગલાં ભરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

સામાન્ય રીતે ત્રીજા રાઉન્ડના શક્યતા મહદઅંશે ઓછી હોવા છતાં તંત્ર ગાફેલ રહેવા માગતુ નથી. દરમિયાન નગરપાલિકાઓને જુદી ચીજવસ્તુઓ વસાવવા અને રોગચાળા સામે વ્યવસ્થિત રીતે આયોજન કરીને પગલાં ભરી શકાય તે માટે રકમ ફાળવવામાં આવી હતી. આપવામાં આવેલી આ રકમમાંથી પાલિકા દ્વારા સામગ્રી વસાવાશે. પાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં તાજેતરમાં આ બાબતની દરખાસ્ત કરાઇ હતી તેને મંજૂરી આપી દેવાઇ હતી. ગાંધીધામ આદિપુર સંકુલમાં કોરોનાના સમયમાં વિકટ સ્થિતિ ઉભી થઈ હતી અને કેટલીક વખત તો ઓક્સિજન ન મળવાથી લઈને ઇન્જેક્શનની સુવિધા વગેરે મુદ્દે ઉહાપોહ થયો હતો પાલિકાના જે કર્મચારીને ઓક્સિજન નહોતા નિધન થયું હોવા ના આક્ષેપો પણ થયા હતા.

કોરોનામાં તંત્ર સાથે સમાજસેવી સંગઠનો ખડે પગે રહ્યા
કોરોના કાળમાં તંત્રની સાથે રહીને લોકોને અગવડતા ન પડે કે તબીબી સુવિધા મળી રહે તે હેતુથી ભારતીય વિકાસ પરિષદ, અગ્રવાલ સમાજ સહિતની સંસ્થાઓ અને આગેવાનો દ્વારા સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. લીલાશાહ કૂટિયા ખાતે પણ કોરોનામાં દર્દીઓને રહેવા તથા ઓક્સિજનની સુવિધા મળી રહે તે માટે તંત્રની સાથે રહી ખડે પગે રહી સેવા આપી હતી તેમાં પાછી પાની કરી ન હતી. જખાભાઇ આહિર, આશિષ જોષી, સંજય ગર્ગ વગેરેએ સમયાંતરે ચકાસણી કરીને પગલાં લેવડાવવા માટે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...