સહાયતા:કેદારનાથમાં ફસાયેલા ગાંધીધામ સંકુલના 7 યુવાનોને ખરે ટાંકણે સરકારે મદદ કરી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેદારનાથ બંધના એલાનથી યુવાનો ફસાઇ ગયા
  • ગાંધીધામ ભાજપ નગર સેવિકાના પુત્ર સહિતનાએ ઉતરાખંડ સરકારની મદદ લીધી

ગાંધીધામ- આદિપુરના યુવાનો કેદારનાથ દર્શનાર્થે જતાં અટવાઇ ગયા હતા. ઉતરાખંડમાં ફસાયેલા લોકોને કાઢવા માટે સરકારે પણ મદદની જાહેરાત કરી હતી તેમ આ ફસાયેલા યુવાનોએ ઋષિકેશ પહોંચ્યા પછી આવી ન શકે તેવી સ્થિતિને પગલે પોલીસની મદદ લીધી હતી અને આખરે તેમને હેમખેમ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત કચ્છના ગાંધીધામના 7 યુવાનોનો જથ્થો કેદારનાથના દર્શન ગયો હતો. પહોંચતા ઉત્તરાખંડ સરકાર દ્વારા બે દિવસના કેદારનાથ બંધનું એલાન કરતા ગાંધીધામના યુવાનો ત્યાં ફસાઇ ગયા હોય આજે તેઓ ઉતરાખંડ સરકારનાના સહયોગથી હરિદ્વાર સ્ટેશને પહોંચ્યા હતા. ટીમ લીડર અને ગાંધીધામ પાલિકાના સભ્ય ઉષા મીઠવાણીના પુત્ર નિખિલ અને અન્ય યુવાનોને મદદ કરવા બદલ ઉષાબેને ઉતરાખંડ સરકારનો આભાર માન્યો હતો.

સરકારે યોગ્ય મદદ કરી : નંદુ મીઠવાણી
ભાજપના કાર્યકર નંદુ મીઠવાણીએ જણાવ્યું હતું કે, તેના પુત્ર નીખીલ ભાનુશાળી સહિત અન્ય ગાંધીધામના યુવાનો હરેશ ભાનુશાળી, ચિરાગ ભાનુશાળી, કૃણાલ ભાનુશાળી, અભિષેખસિંહ સોલંકી, દિપક દુલાણી, દિપક રાજ પુરોહિત ઉતરાખંડ દર્શનાથે ગયા હતા. ફસાઇ ગયા હતા અને સરકાર અને પોલીસની મદદ લઇ હરીદ્વાર પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...