શરમજનક ઘટના:ગુડ્ઝ રૂમને બાર બનાવી બે જણાએ મહેફીલ જમાવી, ક્લાર્કે રોક્યા તો હુમલો કરી પુરી દેવાયા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામખિયાળી રેલ્વે સ્ટેશન પર ગુજરાતના સ્થાપના દિવસે જ શરમજનક ઘટના નોંધાઇ
  • જાનથી​​​​​​​ મારી નાખવાનું કહી ભાગી ગયેલા બે શખ્સને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ ગુજરાતના સ્થાપના દિવસે જ સામખિયાળી રેલ્વે સ્ટેશન પર શરમજનક ઘટના નોંધાઇ છે જેમાં રેલ્વે સ્ટેશનના ગુડ્ઝ રૂમને બાર સમજી બાટલી ખોલીને બેઠેલા બે ઇસમને રોકવાની કોશિષ કરનાર સિનિયર ક્લાર્કને બે શખ્સોએ ધોકા વડે માર મારી જો કોઇને જાણ કરીશ તો જાનથી મારી નખાશે તેવી ધમકી આપી રૂમમાં પૂરી ભાગી ગયા હતા.

મુળ બિહારના હાલે સામખિયાળી રેલ્વે સ્ટેશન પર સિનિયર એજીસી (ગુડ્સ) ક્લાર્ક તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય ગુડ્ડુકુમાર લલનરાય રાય ગત રાત્રે 10 વાગ્યે સ્ટેશન માસ્ટરની ઓફિસમાંથી એન્ટ્રી કરાવી પ્લેટફોર્મ નંબર 7 પર આવેલી ગુડ્ઝ ઓફિસમાં પોણા અગિયાર વાગ્યે ગયો ત્યારે ઓફિસ પાસે જ બેસી બે ઇસમો દારૂ પી રહ્યા હતા. તેમને અહીં બસવું નહીં કહેતાં ઉશ્કેરાયેલા બે ઇસમોએ તમે અમને ના પાડવા વાળા કોણ છો કહી ઓફિસમાં પડેલા લોખંડના લાકડાના હાથા વાળા પાવડાથી માર મારી પગમાં ઇજાઓ પહોંચાડી આ બાબતે કોઇને જાણ કરીશ તો જાની મારી નાખશુ઼ તેવી ધમકી આપી રૂમમાં પુરી જતા રહ્યા હતા.

ઇજાગ્રસ્ત ક્લાર્ક ગુડ્ડુકુમારે બુમો પાડતાં તેમની સાથે ફરજ બજાવતા સહાયક માલબાબુ દુર્ગેશ ગોયલે રૂમ ખોલી સારવાર માટે ખસેડ્યા હતા. ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે તેમણે નોંધાવેલી ફરિયાદના આધારે આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ભોગ બનનાર ગુડ્ડુકુમારે ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં પ્રવાહી પી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમની સાથે ટેલિફોનિક વાતમાં તેમણે દારૂ પીતા હોવાનું જણાવ્યું હતું.

આ ઘટના બતાવે છે કે ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ પીવાય છે !
આમ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ સામખિયાળી રેલ્વે સ્ટેશનના ગુડ્સ ઓફિસ પાસે બેસીને બે ઇસમો દારૂ પીતા હતા એ બતાવે છે કે ગુજરાતમાં દારૂ ખુલ્લે આમ પીવાઇ રહ્યો છે. આમાં તંત્રની ક્યાંક મીલિભગત પણ દેખાઇ રહી છે એ તપાસનો વિષય છે હાલ ગુજરાતના સ્થાપના દિવસે જ બનેલી આ શરમજનક ઘટના બાદ હવે તંત્રની આંખ ખુલ્લે તો સારૂં !

અન્ય સમાચારો પણ છે...