ચોરીની ઘટનાઓ અટકતી જ નથીઃ:બેફીકર બનેલી તસ્કર ટોળકીનો કહેર બરકરાર, વધુ બે ચોરીને અંજામ આપ્યો

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં દુકાનના કબાટનું લોક તોડી 10 હજાર રોકડ ચોરી લેવાઈ
  • ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઘર પાસે રાખેલું રૂ.30 હજારનું બાઇક ઉપાડી જવાયું

ગાંધીધામ અને આદિપુર સંકુલમાં છેલ્લા ઘણા સમયથી તસ્કર ગેંગ ઘરફોડ ચોરી અને વાહન ચોરીઓને સતત અંજામ આપી રીતસર કહેર મચાવી રહી છે. જેમાં ગાંધીધામના જોષી પેટ્રોલપમ્પ પાસે આવેલી કચ્છ મોટર્સની ઓફિસનું તાળું તોડી અંદરના કબાટનું લોક તોડી તસ્કરો રૂ.10,000 રોકડની ચોરીને અંજામ આપી ગયા હોવાની, તો ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઘર પાસે રાખેલું રૂ.30 હજારની કિંમતનું બાઇક ઉપડી ગયું હોવાની ફરિયાદ ચોપડે ચડી છે.

જોષી પેટ્રોલપમ્પ પાસે યુકો બેંક ટીએમ ટાવર પાસે આવેલી કચ્છ મોટર્સમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા ભરતભાઇ પરબતભાઇ સથવારાએ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ઼ં હતું કે, તા.5/3 ના રોજ રાત્રે 8 વાગ્યે નિયમ મુજબ તેઓ દુકાન બ઼ધ કરી ઘરે ગયા હતા. તા.6/3 ના રવિવાર હોતાં રજા હતી અને આજે સવારે છ વાગ્યે તેમના શેઠ અંકિતભાઇ ગુપ્તાનો ફોન આવ્યો હતો કે ઓફિસના તાળા તૂટ્યા છે. તપાસ કરતાં તસ્કરોએ દુકાનનું તાળું તોડ્યા બાદ અંદર પ્રવેશી કબાટનો લોક તોડી અંદર રાખેલી રૂ.10,000 રોકડ રકમની તસ્કરીને અંજામ અપાયો હોવાનો ખ્યાલ આવતાં આ બાબતે તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ એન.પી.ગોસ્વામીએ વધુ તપાસ હાથ ધરી છે.

મુળ પાટણના હાલે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને રેણુકા સુગર કંપનીમાં ઠેકેદારનું કામ કરતા મહેશકુમાર ગુલજારી ચોહાણે તા.22/2 ના રોજ પોતાની માલીકીનું રૂ.30,000 ની કિંમતનું બાઇક કામ ઉપરથી આવી રાત્રે ઘર પાસે પાર્ક કર્યું હતું. બબીજા દિવસે સવારે તેમના પત્ની સફાઇ માટે બહાર આવ્યા ત્યારે બાઇક ન દેખાતાં પ્રથમ આસપાસ તપાસ કરી ત્યારબાદ આજ દિવસ સુધી શોધખોળ કરી પરંતુ ન મળતાં આ બાઇક ચોરી થયું હોવાની ફરીયાદ તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે.

એક ફરિયાદીએ તો બે ત્રણ મકાનમાં ચોરી થઇ હોવાનું જણાવ્યું
કચ્છ મોટર્સમાં દુકાનના તાળા તોડી તસ્કરો રૂ.10 હજાર રોકડ લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવનાર પટ્ટાવાળા ભરતભાઇ પરબતભાઇ સથવારાએ તો નોંધાવેલી ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે, આ ચોરીની જાણ થયા બાદ તપાસ કરતાં તેમના વીસ્તારમાં આવેલા બે થી ત્રણ મકાનમાં ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. હવે તેનો અર્થ એમ થાય કે અમુક ચોરીઓ નોંધાઇ નથી કે નોંધાવાની બાકી છે તોસ તસ્કરોનો ત્રાસ કેવો છે તે આ ફરીયાદીની વાત પરથી ખ્યાલ આવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...