ક્રાઇમ:ધોળાવીરાના સરપંચ સહિત ચારે હારી ગયેલા મહિલા સભ્યને જાતિ અપમાનિત કર્યા

ગાંધીધામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામસેવકની ચૂંટણીના બે મહિના બાદ પણ ક્યાંક હજી તણખા ઝરે છે
  • ચૂંટણીમાં ઉચી નીચી થતી હતી હવે તારાથી જે થાય તે કરી લે તેવી ધમકી અપાઇ

ભચાઉ તાલુકાના ધોળાવીરા ગામની ચૂ઼ંટણીમાં હારી ગયેલી મહિલા સભ્યને સરપંચ સહિત ચાર જણાએ જાતિ અપમાનિત કરી , ચુંટણીમાં બહુ ઉંચી નીચી થતી હતી હવે તારાથી થાય તે કરી લે તેવી ધમકી પણ આપી હોવાની ફરિયાદ ખડીર પોલીસ મથકે મહિલાએ સમાધાન ન થતાં બે મહિને નોંધાવી છે.

ધોળાવીરા રહેતા 50 વર્ષીય ગંગાબેન છગનભાઇ ગરવાએ નોંધાવેલી ફરિયાદને ટાંકી ખડીર પોલીસમાંથી મળેલી વિગતો મુજબ, ગત તા.23/12 ના તેઓ સાંજે તેઓ ગામની ઘંટી પર બાજરાનો લોટ લેવા જઇ રહ્યા હતા ત્યારે રસ્તામા઼ આવતી ખીમજીભાઇ ઠક્કરની દુકાન બહાર ઓટલા પર બેઠેલા ગામના સરપંચ જીલુભા વેલુભા સોઢા, કિશનભાઇ વેલાભાઇ આહીર, વેલાભાઇ બીજલભાઇ આહિર અને નાનજીભાઇ વાસણભાઇ આહિરે તેમનું નામ લઇ જાહેરમાં જાતિ અપમાનિત કરી તું ચુંટણીમાં બહુ ઉંચી નીચી થતી હતી હવે તારાથી થાય તે કરી લે તેમ કહેતાં તેમણે ચૂંટણીમાં હાર જીત તો થયા કરે મને કેમ ગાળો આપી જાતિ અપમાનિત કરો છો કહી ઘરે ચાલ્યા આવ્યા હતા.

આ બાબતે તેમણે ફરિયાદ અરજી કરી હતી પરંતુ સમાધાનની વાતો થતી હોઇ નોંધાવી ન હતી. પણ આ બાબતે સમાધાન ન થતાં તેમણે સરપંચ સહિત ચાર વિરૂધ્ધ એટ્રોસિટિ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. તપાસ ભચા. વિભાગના ડીવાયએસપી કે.જી.ઝાલા ચલાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલાં કચ્છમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. પરિણામો આવ્યા બાદ કેટલાક ગામોમાં ચૂંટણી જીતનારા સભ્યોએ વિગતો છુપાવી હોવા સહિતના આક્ષેપો પણ ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...