સહયોગ:મહેશ્વરી સમાજ વાડીના વિસ્તરણના કાર્યની પાયાવિધિ યોજવામાં આવી

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક સમાજ માટે હંમેશા ગ્રાન્ટ આપી સહયોગ આપ્યો છે: સાંસદ વિનોદ ચાવડા
  • સેક્ટર-7 ખાતે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું : ભાજપ પ્રમુખે 51 હજાર આપ્યા

સેક્ટર-7 વિસ્તારમાં મહેશ્વરી સમાજ વાડીના વિસ્તરણના કાર્યની પાયાવિધિ સાંસદની હાજરીમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. દાતા સહિતના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદ દ્વારા ખર્ચ દરેક સમાજ માટે હરહંમેશ ગ્રાન્ટ આપી સમાજનો વિકાસ થાય તે માટે સહયોગ આપ્યાનો દાવો કરાયો હતો.

પાયાવિધિ સંસદ સભ્ય વિનોદભાઇ ચાવડાના હસ્તે કરાઇ હતી. જેમાં ધર્મગુરૂ પ્રકાશભાઇ મતિયાએ મંત્રોચ્ચાર કર્યા હતા. સંસ્થાના પ્રમુખ કરશનભાઇ દનિચાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે સંસદ સભ્ય ચાવડાએ તેના પ્રવચનમાં જણાવ્યું હતું કે, કચ્છના ક્ષેત્રના દરેક સમાજ માટે હરહંમેશ ગ્રાન્ટ આપી સમાજનો વિકાસ થાય તે માટે સહયોગ આપ્યો છે. તેવી જ રીતે સેક્ટર-7 મહેશ્વરી સમાજ વાડી માટે પ્રથમ ગ્રાન્ટ સાંસદની ગ્રાન્ટમાંથી નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું હતું. હજુ પણ પુરતો સહયોગ આપશે. સમાજના દાતાઓએ સમાજ વાડીના વિસ્તરણ માટે દાન આપ્યું તેને બિરદાવી તેઓએ જણાવ્યું હતું કે, સમાજ વાડીના કાર્ય માટે અન્ય સમાજના દાતાઓ પાસેથી પણ ગ્રાન્ટ સ્વિકારી સમરસતાનું ઉદાહરણ પુરૂં પાડી એકતા દર્શાવવાની વાત મુકી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પંકજ ઠક્કરે 51 હજાર દાનની જાહેરાત કરી હતી તેને વધાવી લેવામાં આવી હતી. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સમાજના દરેક કાર્યમાં હંમેશ તત્પર રહેવાનું જણાવી ગાંધીધામ મહેશ્વરી સમાજના વિસ્તારોમાં વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવી હોવાની વાત કરી હજુ પણ જ્યાં જરૂર હશે ત્યાં ગ્રાન્ટ આપી સમાજના વિકાસના કાર્યમાં સહભાગી થવા જણાવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય વાલજીભાઇ દનિચા અને રમેશભાઇ મહેશ્વરી, કંડલા કોમ્પ્લેક્ષ મહેશ્વરી સમાજના પ્રમુખ અશોકભાઇ ઘેલા, ધર્મગુરૂ પ્રકાશભાઇ મતિયા, બી.ટી. મહેશ્વરી, હિરાભાઇ ધુવા, કિશનભાઇ દનિચા, દિપેનભાઇ જોડ, નગર સેવક અમીતભાઇ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ મહામંત્રી લાલચંદભાઇ ગડણે કરી હતી. સંચાલન એન્જિનિયર કિશોરભાઇ ધુવાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...