દુર્ઘટના:GIDCમાં હાર્ડવેર પ્રોડ્ક્ટ્સની દુકાનમાં ભભુકેલી આગ કલાકે કાબુમાં આવી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાના ફાયર ફાઈટરએ સ્થળ પર ધસી જઈ પાણીનો છંટકાવ કર્યો
  • અંદાજે શોર્ટ સર્કિટના લીધે લાગેલી આગમાં સેનેટરીંગ મટીરીયલ ખાક

ગાંધીધામના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હાર્ડવેરની દુકાનમાં ગતસાંજે એકાએક આગ લાગી ગઈ હતી. કલાક જેટલા સમય સુધી પાણીનો છંટકાવ કર્યા બાદ તેના પર સંપુર્ણ કાબુ આવી શક્યો હતો.શહેરના જીઆઈડીસી વિસ્તારમાં પ્લોટ નં. 40માં આવેલા અરિહંત એન્ટરપ્રાઈઝમાં આગની બીના બની હતી.

બી ડિવિઝન પોલીસ મથકે વેપારી રોહીતભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે તા.17/10માં બપોરે બે વાગ્યે તેવો દુકાન બંધ કરીને ઘરે ગયા હતા ત્યારબાદ સાંજના છ વાગ્યાના સમયે તેમની બાજુમાં દુકાન ધરાવતા લક્ષ્મણભાઈએ ફોન કરીને તેમને જાણ કરી હતી કે તેમની દુકાનમાંથી ધુમાડો નિકળી રહ્યો છે. જેથી તેમણે દોડાદોડ આવીને જોતા આગ લાગેલી હતી, જેથી નગરપાલિકાના ફાયર ફાઈટર ને બોલાવતા તેઓ તાબડતોડ આવી પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો, જેમાં 45 મીનીટથી એકાદ કલાકમાં આગ પર સંપુર્ણ કાબુ આવી ગયો હોવાનું અગ્નીશમન દળના સુત્રોએ જણાવ્યું હતું. તો જાણવાજોગમાં વેપારીએ જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટીએ શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું લાગી રહ્યું છે.

જેમાં હાર્ડવેર સેનેટરીંગ મટીરીયલ્સને લગતો સામાન પ્લાસ્ટીકની પીવીસીની પાઈપો, ઢાંકણાઓ, ગેંડી, વોશબેસીન, સિટો, બ્રાશ સ્ટીલ, પિતળના નલકાઓ, લાઈટ સહિતનો સામાન બળીને ખાક થઈ જઈ દુકાનનું નુકશાન થઈ ગયું હતુ. અગ્નીશમન દળના દીપક ગરવા, વીજય થોટીયા, કિરણ ફુફલ, વીજય ગરવા સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...