તપાસ:મોબાઇલ મુદ્દે પિતાએ ઠપકો આપતાં તરૂણનો ગળે ફાંસો

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીઠીરોહરની ઘટનાથી પરિવાર સ્તબ્ધ
  • બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી

ઘણી વખત સાવ ન જેવી બાબતોમાં બાળકો મોટા પગલાં ભરી લેતા હોવાની ઘટનાઓ સામે આવે છે જેમાં મીઠી રોહર ખાતે પણ 17 વર્ષીય તરૂણે મોબાઇલ લેવા મુદ્દે પિતાએ આપેલા ઠપકા બાદ ગળેફાંસો ખાઇ લીધો હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકના ચોપડે નોંધાઇ છે.

પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ,મીઠીરોહરની પીર કોલોની ખાતે રહેતા 17 વર્ષીય સોહિલ અબ્દુલભાઇ સુરાએ ગત સાંજે 4 વાગ્યાના અરસામાં પોતાને ઘરે જ રસ્સી વડે ગળે ફાંસો ખાઇ લેતાં અકબર જાકબ રામબાગહોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી કારણ પુછતાં મૃતક 17 વર્ષીય સાહિલને મોબાઇલ લેવા મુદ્દે પિતાએ ઠપકો આપતાં લાગી આવ્યું હતું અને પોતાના ઘરે રસ્સી વડે ગળે ફાંસો ખાઇ અંતિમ પગલું ભરી લીધું હોવાનું જણાવતાં તબીબે આ બાબતે ી-ડિવિઝન પોલીસ મથકે ફોન કરી જાણ કરતાં પીએસઆઇ એન.આઇ બારોટે વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ ઘટનાથી પરિવાર પણ સ્તબ્ધ બની ગયો છે. આ બનાવથી માતમ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...