તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સામખિયાળીના જંગી રોડ ઉપર કારમાં આવેલા ચાર શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હોવાની ઘટનામાં વેપાારીએ નોંધાવેલી ફરિયાદમાં ચોંકાવનારી વાત બહાર આવી છે જેમાં જમીન બાબતે તેમણે કરેલા કોર્ટ કેસની તારીખના આગલા દિવસે તેમના પિતાએ જ આ ચાર ઇસમોને મોકલી કેસ પરત કરવા કાવતરૂં રચ્યું હોવાનું જણાવ્યું હતું.સામખિયાળીના જંગી રોડ ઉપર લોહાણા મહાજનવાડી પાસે રહેતા અને ભગવતી દાબેલી નામની દુકાન ચલાવતા 38 વર્ષીય વેપારી ભરતભાઇ ચંદુલાલ ઠક્કરે ફરિયાદ નોંધાવી છે કે, ગત બપોરે તે પોતાના પત્ની કલ્પનાબેન સાથે દુકાને હતા
ત્યારે ત્રણ વાગ્યાના અરસામાં સફેદ કારમાંથી લલિયાણાના દિનેશ ગંગારામ મઢવી, મયુદ્દીન અનવર માંજોઠી અને બે અજાણ્યા ઇસમો ધોકા સાથે ઉતર્યા હતા અને દિનેશ મઢવીએ તે અમારા ઉપર કોર્ટમાં કેસ કર્યો છે એ પરત ખેંચી લેવાનું કહેતાં ભરતભાઇએ કોર્ટ કેસ છે કોર્ટમાં જોઇ લેશું અત્યારે તમે જાવ કહેતાં ચારે જણા ધોકા વડે મારવા લાગ્યા હતા જેમાં તેમના પત્ની કલ્પનાબેન છોડાવવા વચ્ચે આવ્યા તો તેમને પણ ચારે જણાએ માર માર્યો હતો. જતાં જતાં દિનેશ મઢવીએ જમીન બાબતે તે જે કેસ કર્યો છે
તે પાછો ખેંચી લેજે આજે તો અધમુવો કર્યો છે હવે જીવથી હાથ ધોવા પડશે તેવી ધમકી આપી નાસી ગયા હતા. ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર ભચાઉ અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. ફરીયાદી ભરત ઠક્કરે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું છે કે, જમીન બાબતે તેમણે કરેલા કેસમાં કોર્ટમાં તારીખ હતી તેના આગલા જ દિવસે તેના પિતા ચંદુલાલ જગજીવન ઠક્કરે ચાર ઇસમોને મોકલી હુમલાનું કાવતરું રચ્યું હતું. સામખિયાઇી પોલીસે તેમના પિતા અને હુમલો કરનાર એમ પાંચે વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.