ચોરી:પરિવાર પ્રસંગમાં ગયો ને તસ્કરો 63 હજારના દાગીના ચોરી ગયા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેશ્વરીનગરમાં બનેલી ઘટનામાં મકાન માલિકે નોંધાવી ફરિયાદ

ગાંધીધામના મહેશ્વરીનગરમાં રહેતો પરિવાર સગાઇ પ્રસંગે અંજાર ગયો અને પાછળ બંધ ઘરને નિશાન બનાવી ધોળે દિવસે તસ્કરો રૂ.63 હજારની કિંમતના દાગીના ચોરી કરી ગયા હોવાની ઘટના ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

મહેશ્વરીનગરમાં રહેતા ટેક્નિશિયન હરેશભાઇ માલશીભાઇ રોશિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, આજે અંજારના નિંગાળ ખાતે સબંધીને ત્યાં સગાઇનો પ્રસંગ હોઇ તેમના પત્ની બસમાં રવાના થયા હતા અને તેઓ દિકરી સી્કુલેથી આવ્યા બાદ બપોરે સાડાબારે નિંગાળ જવા નિકળ્યા હતા ત્યાંથી પરિવાર સાંજે સાડા ચાર વાગ્યે પરત આવ્યા ત્યારે રસોડાનું બારણું ખોલી અંદર આવ્યા હતા તેઓ બહારના રૂમમાં બેઠા અને પત્ની રસોડા સામેના રૂમમાં ગયા તો લોખંડનો કબાટ ખુલ્લો જોતાં તેમણે તરત જાણ કરતાં તપાસ કરી તો રૂ.32,700 ની કિંમતની સોનાની ચેઇન, રૂ.22,300 ની કિંમતની સોનાની કાનની બુટ્ટીની જોડી તથા રૂ.8,500 ની કિંમતના સોનાના લટકડ એમ કુલ રૂ.63,500 ની કિંમતના દાગીના ચોરી થયા હોવાનો ખ્યાલ આવતાં તેમણે એ-ડિવિઝન પોલીસસ મથકે કોઇ અજાણ્યા ઇસમોએ તેમના બંધ મકાનમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ એન.વી.રહેવર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગઇકાલે કાસેઝની બીઓબી શાખામાં ચોરીના પ્રયાસની ઘટના નોંધાઇ હતી. તો અગાઉ પણ ત્રણ ચાર ચોરીની ઘટનાઓ બની ચુકી છે તેમજ વાહન ચોરી તો સંકુલમાં સામાન્ય થઇ છે ત્યારે તંત્ર કડક પેટ્રોલિંગ કરી આ ગેંગને પકડે તેવી માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...