ક્રાઇમ:લોન કલેક્શન માટે ગયેલા 2 કર્મીને પરિવારે ગોંધી, 4 હજાર લૂંટી માર માર્યો

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગાંધીધામ સંકુલમાં મારામારીની બે ઘટનામાં 8 લોકો ઘાયલ, 17 વિરૂધ્ધ ગુનો નોંધાયો
  • કંપનીમાં​​​​​​​ હિન્દુ યુવા સંગઠનના હોવાનું કહી ઘૂસેલા 10 ઇસમોએ કર્મચારીઓ સાથે મારકૂટ કરી

ગાંધીધામના રોટરીનગરમાં લોનના હપ્તાના કલેક્શન માટે ગયેલા બેંકના બે કર્મીને પરિવાર સહીત 7 લોકોએ રૂમમાં ગોંધી મારકૂટ કરી હતી તો એકના ખિસ્સામાંથી રૂ.4 હજાર રોકડ સાથેનું પાકિટ પણ ઝૂંટવી લીધું હોવાની , તો જીઆઇડીસીની કંપનીમાં કામ મૂકી ગયેલા યુવક યુવતીના મુદ્દે 10 લોકોનું ટોળું હિન્દુ યુવા સંગઠનના હોવાનું કહી કર્મચારીઓ સાથે મારકુટ કરી હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

એચડીબી બેંક ગાંધીધામ શાખામાં લોન કલેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા ધર્મરાજસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા અને મિતરાજસિંહ યુવરાજસિંહ જાડેજા ગત બપોરે બેંકમાંથી રૂ.3,75,000 ની લોન લીધા બાદ પ્રથમ હપ્તો ભર્યા બાદ આજ દિવસ સુધી હપ્તો ન ભરનાર રોટરીનગરમાં રહેતા કરશનભાઇ દેવરિયાના ઘરે કલેક્શન માટે ગયા હતા. કરશનભાઇને લોનના હપ્તા ક્યારે ભરશો પૂછતાં ઉશ્કેરાઇ જઇ તેમણે આમારે કોઇ લોનના હપ્તા ભરવા નથી કહ્યા બાદ કરશનભાઇ દેવરિયા, તેમના પત્ની તેમની પુત્રી અને બીજા ચાર અજાણ્યા ઇસમોએ પકડી રૂમમાં ગોંધી રાખી મારકૂટ કરી હતી.

આ બાબતે બેંકમાં જાણ કરવા માટે ફોન કર્વાનો પ્રયાસ કર્યો તો મોબાઇલ પણ જૂંટવી લીધો તેમજ મિતરાજસિ઼હના ખિસ્સામાંથી રૂ.4,000 રોકડ ભરેલું પાકીટ ઝુંટવી લીધું હતું. ત્યારબાદ બેંકમાં કરેલી જાણને કારણે ઋતુરાજસિંહ કીરિટસીંહ જાડેજા, માધવસિંહ જાડેજા,રાહુલ ભાનુશાલી અને ભાવિક મહેશ્વરી આવ્યા તો તેમની સાથે પણ મારકૂટ કરી તેમના બાઇકની ચાવી કાઢી લીધી હતી. પોલીસ આવતાં તેમણે એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

તો ગાંધીધામના જીઆઇડીસીમાં આવેલી ઇન્ડ્રસ્ટ્રિયલ બેગ પેકેજિંગ કંપનીમાં મજુરી કામ કરતા યુવક અને યુવતી ચાલ્યા ગયા હોવાની રજુઆત કરવા અંદર ઘૂસેલા 10 જેટલા ઇસમોએ એચઆર ઓફિસમાં આવી ચાલ્યા ગયેલા યુવક સાથે કામ કરતા બીપીનકુમારને બોલાવી તેમને થપ્પડો ઝીંકી નોકરી મુકી ગયેલો યુવક ક્યાં છે તેવી પુછપરછ બાદ શકીલ ગુલાબ તથા હનિફને પણ મારકૂટ કરી ચાલ્યા ગયા બાદ આ કંપનીના શેઠ જિતેન્દ્રભાઇ જૈનને વાત કરતાં સીસી ટીવી ફૂટેજ તપાસી હિન્દુ યુવા સંગઠનના હોવાની ઓળખ આપી મારકૂટ કરનાર કિશન દેવરિયા, નરસિંહ મહેશ્વરી, અનિલ સાંપેલા, ખુશાલ ખડકે અને અન્ય છ ઇસમો વિરૂધ્ધ કંપનીના મેનેજર બલજિતસિંઘ રામજસસિંઘ સિંગે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અંતરજાળમાં વીડિયોગ્રાફીના પૈસા મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી અપાઇ
અંતરજાળના મોમાયનગરમાં રહેતા રાજેશ મેઘજીભાઇ દાફડાના ભત્રીજા નિલેશના લગ્નપ્રસંગે કરેલી વિડીયોગ્રાફીના પેસા બાબતે રમેશ ગાંગજી દાફડા જે તેમનો કાકાઇ ભાઇ થાય તેણે રાજેશના મોટાભાઇને વિડીયોગ્રાફીના પૈસા બાબતે ફોન પર જેમતેમ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ આ રમેશ તેમના ઘરે પણ આવી તેમને અને ભત્રીજાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ રાજેશભાઇ દાફડાએ આદિપુર પોલીસ મથકે નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...