તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:25 હજાર પરપ્રાંતિય મતદારોના ‘મત’ પર પક્ષોનો ડોળો

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લઘુ ભારત ગણાતા ગાંધીધામમાં પચરંગી વસ્તી વસવાટ કરી રહી છે
 • વર્ષોથી ગાંધીધામને કર્મભૂમિ બનાવીને જુદા જુદા ક્ષેત્રે કાર્યરત
 • આ વર્ગને પુરતા પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપવામાં રાજકીય પક્ષો ઉપેક્ષા કરતા હોવાનો કચવાટ
 • ઉપેક્ષાનું કલંક રાજકીય પક્ષો દૂર ક્યારે કરશે?

ગાંધીધામ નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે યોજાનારા ચૂંટણી સંદર્ભે જોવામાં આવે તો જુદા જુદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા રાજકીય પક્ષો પોત પોતાની રીતે પ્રયત્ન કરતા હોય છે. ગાંધીધામમાં મુખ્યત્વે સિંધી, મહેશ્વરી સમાજ વગેરે જ્ઞાતિનો દબદબો છે. જ્યારે બીજી તરફ વર્ષોથી અહીં આવીને કર્મભૂમિ બનાવેલ પરપ્રાંતિયની સંખ્યા પણ નાની સૂની નથી. અંદાજે 25 હજારથી વધુ મતદારોનો સમુહ છે. તેનું ધ્યાન ન રાખવામાં આવે તો જે તે પાર્ટીને નુકશાન થઇ શકે તેમ છે. ભાજપ, કોંગ્રેસ આ બાબતે પુરતી તકેદારી રાખીને યોગ્ય પ્રતિનિધિત્વ આ વર્ગને મળે તે માટે પ્રયત્ન કરે છે તેમ છતાં મતદારોની સંખ્યાને લઇને વધુ પ્રતિનિધિત્વ મળે તેવો આશાવાદ સેવી રહ્યા છે. જોકે, આ મતદારો પર બન્ને મુખ્ય પક્ષોનો ડોળો છે.

જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ સંકુલમાં વોર્ડ નં. 3, 4, 5, 6, 7, 12 અને 13માં પરપ્રાંતમાંથી આવેલા પરીવારો રોજગારી અર્થે અહીં સ્થાયિ થયા છે. જે તે વિસ્તારોમાં રહેતા આ પરીવારો પોતાની સંસ્કૃતિની ઝલક પણ તેના ધાર્મિક તહેવારોમાં વ્યક્ત કરી રહ્યા છે. ડીપીટી, રેલવે, ઇન્કમટેક્ષ વગેરે કચેરીઓમાં વધુને વધુ કર્મચારીઓ પરપ્રાંતના હોવાની વાત પણ બહાર આવી રહી છે. દરમિયાન દર વખતે ચૂંટણીમાં આ વર્ગને ટિકિટ આપવામાં પણ આવે છે.

ગત ચૂંટણીમાં ભાજપે ત્રણ ટિકિટ આપી હતી તેમાં સુમન શ્રીવાસ્તવ, વિમલેશ શર્મા, સિતારામ, ચંદન જૈન વગેરેનો સમાવેશ થાય છે. ઉમેદવારો વિજેતા થયા હતા. જ્યારે કોંગ્રેસે પણ પરપ્રાંતના ગણી શકાય તેને પ્રતિનિધિત્વ આપ્યું હતું. અગાઉ જે તે સમયે મોહનદાન જીત્યા પણ હતા. અલબત, મહિલા કાર્યકરોને ટિકિટ આપવામાં આવે છે તેની સાથે સાથે સમતોલન રાખીને પુરૂષને પણ જો ટિકિટની ફાળવણી કરવામાં આવે તો આ વર્ગમાં સમતુલા વધુ જળવાઇ રહેશે, તેવો દાવો પણ જે તે સમયે કરવામાં આવ્યો હતો.

આ વર્ગના મત અંકે કરવા મુખ્ય રાજકીય પક્ષોની સાથે અન્ય હરિફ ઉમેદવારો પણ પાછી પાની કરતા નથી. સિંધી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી તેવી ફરિયાદ પણ અવારનવાર ઉઠે છે. ઉલ્લેખનીય છે કે, દુધમાં સાકર ભરે તેમ ભરી ગયેલા આ વર્ગને પણ વધુને વધુ પ્રતિનિધિત્વ મળે તેવી અપેક્ષાઓ જે તે સમયે રાખવામાં આવે છે.

કયા પ્રદેશમાંથી આવીને લોકો વસવાટ કરે છે?
સૂત્રોના દાવા મુજબ ગાંધીધામમાં રાજસ્થાન, બિહાર, યુપી, હરીયાણા, સાઉથ સહિતના ક્ષેત્રમાંથી આવીને લોકો વસવાટકરી રહ્યા છે. જુદા જુદા ક્ષેત્રમાં પોતાનો ફાળો આપીને સંકુલના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. આ વર્ગના લોકોની અવગણના કરવી જે તે રાજકીય પક્ષોને મોંઘી પડી શકે તેમ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધી જેઓ ચૂંટણી લડનાર નથી તે પણ પરપ્રાંતમાંથી આવે છે. તેમના જણાવ્યા મુજબ કોંગ્રેસ પરપ્રાંતિયને પુરતુ પ્રતિનિધિત્વ આપવાનો પુરતો પ્રયત્ન કરે છે.

આવી જ રીતે શહેર ભાજપ પ્રમુખ પુનીત દુધરેજીયાએ દાવો કર્યો હતો કે, યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ થાય છે. જ્યારે સમાજવાદી પાર્ટીના નેતા સહદેવ યાદવ પણ પરપ્રાંતમાંથી આવીને અહીં વસવાટ કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ બન્ને મુખ્ય પક્ષો પુરતું પ્રતિનિધિત્વ પર પ્રાંતિયને આપતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો