તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગળપાદર પાસે ઓવરબ્રીજમાં આગળ જતા ડમ્પરે અચાનક બ્રેક મારતા પાછળ ટ્રેઈલર ટકરાઈ ગયું હતું. જેના ચાલકે ધોકો લઈ આવીને ટ્રેઈલર પર હુમલો કરતા ફરિયાદ નોંધાવાઈ હતી. અંજાર પોલીસ મથકે ચેનારામ રેખારામ જાટે ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું હતું કે 29/12ના સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં ફરિયાદી ટ્રેઈલર લઈને જઈ રહ્યા હતા ત્યારે ગળપાદર બ્રીજ પાસે ફુલ સ્પીડમાં આવીને એક ડમ્પરે તેમને ઓવરટેક કરીને આગળ નીકળી ગયો હતો.
બ્રીજ ઉતરતા ટ્રક સ્પીડમાં હોવા છતાં અચાનક બ્રેક મારતા ટ્રેઈલર તેની પાછળ ભટકાઈ ગયું હતું. તો અકસ્માત બાદ ટ્રકમાં બેઠેલો ડ્રાઈવર ધોકો લઈને નીચે ઉતર્યો અને ફરિયાદીના ટ્રેઈલરના કાચ પર અને વાહન પર ધોકા મારવા લાગ્યો હતો. ફરિયાદીએ 'ભાઈ તમારો વાંક છે, મારી ગાડીને કેમ ધોકા મારો છો?' તેમ કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો આપીને ફરિયાદીને ખંભા અને હાથમાં ધોકો માર્યો હતો. તેમણે જઈને ટ્રકનો નંબર જીજે 12 બીટી 8892હોવાનું નોંધીને ફરિયાદમાં જણાવ્યું હતુ. જેના ચાલક વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવાઈ હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.