તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામના ફેફસાં:લોકભાગીદારીથી વનનું સ્વપ્ન સાકાર થયું

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 30 એકર જમીનમાં ફેલાયેલા રોટરી ફોરેસ્ટના લોકાર્પણમાં ડીપીટીના ચેરમેનનું ઉદ્દબોધન
 • એક વ્યક્તિ એક વૃક્ષ ઉગાડવા સંકલ્પ લે, નગરપતિ
 • ગાંધીધામને હરીયાળું બનાવવા મહત્વનું પગલું ગણાવાયું
 • કાસેઝનું વન પક્ષીઓ માટે હરિફાઇ કરશે

ટાગોર રોડ પર ડીપીટી દ્વારા ફાળવવામાં આવેલી અંદાજે 30 એકર જમીનમાં રોટરી ક્લબ દ્વારા રોટરી ફોરેસ્ટ ઉભું કરવા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલા ગાંધીધામના ફેફસા સમાન બનનાર વનના લોકાપર્ણના કાર્યક્રમમાં ડીપીટીના ચેરમેનને લોકભાગીદારીથી આ સ્વપ્ન સાકાર થયું છે તેમ જણાવી અભિનંદન પાઠવ્યા હતા. શહેરને હરીયાળું બનાવવાની યાત્રામાં દીન દયાળ પોર્ટ પાછી પાની નહીં કરે તેવો દ્રઢ નિર્ધાર જાહેર કર્યો હતો. અન્ય વક્તાઓએ પણ સંસ્થાની આ પહેલને આવકારીને આગામી દિવસોમાં પર્યાવરણ ક્ષેત્રે નવો આયામ ઉભો થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

રોટરી ફોરેસ્ટના લોકાપર્ણમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા દીન દયાળ પોર્ટના ચેરમેન એસ.કે. મેહતાએ જણાવ્યું હતું કે, તેમની માટે આનંદનો અવસર છે. શરૂઆતમાં જ્યારે આ પ્રોજેક્ટ તેમની પાસે આવ્યો ત્યારે તેને સંદેહ હતો. સંસ્થા સાથે દશેક વખત મીટિંગ થઇ હતી. ગાંધીધામની ઉપલબ્ધી ભેટ સમાન આ પ્રોજેક્ટમાં રોટરી ક્લબ માનતું હતું કે ડીપીટી જમીન, પ્લાન્ટેશન માટે પૈસા દે. પરંતુ ડીપીટીએ લોકો જ્યાં સુધી નહીં જોડાય ત્યાં સુધી આ સ્વપ્ન સાકાર નહીં થાય તેમ જણાવી લોકભાગીદારીનું સૂચન કર્યું હતું કે આજે સારૂં ઉદાહરણ બની ગયું છે. શહેરને સ્વચ્છ ગ્રીન બનાવવા મોટું પગલું છે.

ડીપીટી શહેરને હરીયાળું સ્વચ્છ બનાવવા અને રહેવા લાયક બનાવવા માટે સંપૂર્ણ સહયોગ આપશે. ડીપીટીએ રોટરી ક્લબને 30 એકર જમીન ફાળવી છે તેની સાથે સાથે પાછળના ભાગે 50 એકર જમીન ફોરેસ્ટને પણ આપી છે. વડ અને પીંપળાના ઝાડ વધું વાવવા માટે તેઓએ એટલા માટે ભાર મુક્યો હતો કારણ કે જેને લઇને પક્ષીઓ પણ વધું આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. કાસેઝના ડૉ. અમીયા ચંદાએ સંસ્થાની આ કામગીરીને બિરદાવી કાસેઝ સાડા ચાર લાખ વૃક્ષ લગાવશે જેમાં પક્ષીઓને આશરો મળશે. હવે આ વન પણ બનતાં પક્ષીઓ અહીં આવે છે કે કાસેઝના વનમાં તે અંગે હરીફાઇ થશે તેમ જણાવીને સંસ્થાનીકામગીરીને બિરદાવી હતી.

જ્યારે પ્રથમ નાગરીક ઇશિતા ટીલવાણીએ એક વ્યક્તિ એક વૃક્ષ વાવી પ્રદૂષણ મુક્ત શહેર બનાવે તે માટે ભાર મુક્યો હતો. ઇફ્કોના ઓપી દાયમાએ પણ ગાંધીધામને ગ્રીન ક્લિન બનાવવા સંસ્થા સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી. એઆરએમ આદિશ પઠાણીયાએ પણ સંસ્થાની કામગીરીને બિરદાવીને 30થી 40 વર્ષ પછી લોકો અહીં જોવા આવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત અન્ય આગેવાનોમાં પ્રાંત ઓફિસર ડૉ. વિમલ જોશી, ડીપીટીના ડેપ્યુટી ચેરમેન નંદીશ શુકલા વગેરેએ પ્રાસંગીક ઉદ્દબોધન કર્યા હતા. આ કાર્યક્રમમાં અનિલ જૈન, બળવંત ઠક્કર, રવીન મડીયા, ભગવાનદાસ ગુપ્તા, તેજાભાઇ કાનગડ, પુનીત દુધરેજીયા, રાજુભાઇ ચંદનાની વગેરે હાજર રહ્યા હતા.

એક લાખ વૃક્ષ ઉગાડવાનું અભિયાન
સંસ્થાના ઘેલાભાઇ આહિરે રૂપરેખા રજૂ કરીને જણાવ્યું હતું કે, શરૂઆતમાં 15000 વૃક્ષ લગાવ્યા છે. એક હજાર વૃક્ષ લગાવવાનું અભિયાન છેડાયું છે. 31 માર્ચ સુધી વધુ 35000 જેટલા વૃક્ષ લગાવીને અંદાજે 51 હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવશે.

બાબુભાઇ સહિતના દાતાનું સન્માન
લોકભાગીદારીથી સંકુલમાં પર્યાવરણ ક્ષેત્રે હરીયાળી ક્રાંતિ સમાન શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં જમીન તો મળી ગઇ પરંતુ પૈસાની જરૂર હતી. તેવા સમયે સંકુલમાં જુદા જુદા ક્ષેત્રના દાતાઓ જુદા જુદા પ્રોજેક્ટમાં પણ છુટા હાથે દાન કરે છે. તેમ દાનનો ધોધ અહીં પણ વહાવ્યો હતો. દાતાઓ બાબુભાઇ હુંબલ, સુભાષ ગોયલ, આતિશ અગ્રવાલ, સુરેન્દુ પાલ, રમણીક રાઠોડ, અરૂણ કોઠારી, પ્રશાંત અગ્રવાલ, તેજકુમાર દુગ્ગલ વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો