તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવટો સંકેલાયો:પાલિકા સામે નાગરિકે જુદા જુદા મુદ્દે કરેલા પ્રતિક ઉપવાસનો નાટકીય અંત

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા પૂછેલા પ્રશ્નોનો જવાબ ન આપવા સહિતના મુદ્દે આંદોલન
  • પાલિકાના અધિકારીઓએ ખાતરી આપતાં જ વાવટો સંકેલાયો

ગાંધીધામ નગરપાલિકા દ્વારા રસ્તા પાણી ગટર સહિતના જુદા મુદ્દાઓ પર નાગરિક દ્વારા માહિતી માગવામાં આવી હતી. શહેરના નાગરિકોએ માગેલી માહિતીઓ આપવામાં ન આવતા આજે ઝંડા ચોક ખાતે પ્રતિક ઉપવાસ આંદોલનનો આરંભ કરવામાં આવ્યો હતો. સવારે શરૂ થયેલા આ ઉપવાસ આંદોલનમાં બપોરે 2:00 કલાકે પાલિકાના અધિકારીઓએ ઘટનાસ્થળે જઈને જુદી જુદી માહિતીઓ નાગરિકને બતાવતા ઉપવાસ આંદોલનનો નાટકીય અંત આવ્યાની જાહેરાત કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ શહેરના નાગરિક સમીર દુદાણી દ્વારા નગરપાલિકામાં અવાર-નવાર જુદા મુદ્દાઓ પર માગવામાં આવી હતી. આ માંગવામાં આવેલી માહિતી નગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી નથી તેવું તેમનું કહેવું છે. દરમિયાન આ બાબતે અગાઉ પણ રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઇ કાર્યવાહી ન થતા આજે ઝંડા ચોક ખાતે નાગરિકે ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા. દરમિયાન પાલિકાના ઓફિસ સુપ્રિ. અનિલ જોશી, દબાણ શાખાના લોકેશ શર્માએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈને નાગરિકે જે બાબતોની માહિતી માગી હતી તેની માહિતી રજૂ કરી હતી.

આ માહિતી પછી નાગરિકને પૂરતા પ્રમાણમાં સંતોષ થયો હોય અને પાલિકાની ખાતરીથી તેણે ખુશ થઈને આંદોલન સમેટી લીધા ની જાહેરાત કરી હતી. આ સમયે કોંગ્રેસના નગરસેવક સમીપ જોષી વગેરે હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ નાગરિક દ્વારા ગત ડિસેમ્બર માસમાં જુદી રજૂઆત અને માગણી મુદ્દે સમસ્યાનો હલ ન આવતા નગરપાલિકા કચેરી સામે અંદાજે ચારેક કલાક સુધી ઉપવાસ આંદોલન કરી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...