તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની અસર:ડીપીટીએ કોરોનાને લઇને સાવચેતીના પગલાં ભર્યાં

ગાંધીધામ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નિયમનું વધુ પાલન કરવા કમર કસવામાં આવશે

દીન દયાળ પોર્ટ ફરી એક વખત કોરોનાને પગલે સાવચેત બની રહ્યું છે. સંકુલમાં વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં લઇને અને ડીપીટીના કર્મચારીઓમાં પણ ચેપીરોગનો ફેલાવો દેખા દેતાં ફરી એક વખત સામાજિક અંતર જાળવવા, સેનિટાઇઝેશન કરવાથી લઇને મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ સહિતના પગલા ભરવાની તૈયારીમાં લાગી ગયું છે. જ્યારે બીજી તરફ પોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયનના પ્રમુખ એલ. સત્યનારાયણે પણ ચેરમેનને પત્ર પાઠવીને પોર્ટ વિસ્તારથી લઇને એઓ બિલ્ડીંગ વગેરે સ્થળો પર સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરવા માગણી કરી છે.

દીન દયાળ પોર્ટ દ્વારા ગત સમયે લોકડાઉનમાં પણ સતત બંદરને ધમધમતું રાખવા પગલા ભરવામાં આવ્યા હતા. જોકે, કર્મચારીઓની 50 ટકા હાજરીનું ધારાધોરણ રાખવામાં આવ્યું હતું. જ્યારે કોરોનાના પગલે હાલ પણ ફરી રોગચાળો ભરડો લઇ રહ્યો હોય તેવી સ્થિતિ ઉભી થઇ રહી છે અને કેસનું પ્રમાણ પણ ગત સમયની જેમ વધી રહ્યું હોવાનું તારણ નિકળી રહ્યું છે.

આવા સંજોગોમાં ગોપાલપુરી, એઓ બિલ્ડીંગ, પોર્ટ વિસ્તારમાં તકેદારીના પગલા ભરવા સરક્યુલર સેક્રેટરી દ્વારા તૈયાર કરીને સંબંધિતોને મોકલી આપવામાં આ‌વ્યો છે. પોર્ટના પ્રવકતા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું છે કે, કોરોનાને લઇને ગાઇડલાઇન મુજબ સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો