તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:જિલ્લા ભાજપ પ્રમુખે ઉમેદવારો સાથે ચિંતન કર્યું

ગાંધીધામ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગત બેઠક કરતાં વધુ સીટ મેળવવા આહવાન

પાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે પ્રતિષ્ઠાનો જંગ શરૂ થઇ ગયો છે. બન્ને પક્ષે તૈયારી શરૂ કરી દીધી છે. આજે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટનમાં જિલ્લા ભાજપ પ્રમુખે વ્યક્તિગત રીતે ઉમેદવારોને સાંભળીને તેમની કોઇ સમસ્યા કે અન્ય કોઇ ફરિયાદ હોય તો તેનું નિરાકરણ લાવવા પ્રયત્ન કર્યો હતો. સાથે સાથે ગત બેઠક કરતાં વધુ સીટ મેળવવા કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું. વોર્ડ દીઠ જુદા જુદા આગેવાનોને જવાબદારીઓ પણ સોંપી દેવામાં આવી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે ભાજપના ઉમેદવારોને ટીપ્સ આપવા અને તેની કોઇ સમસ્યા હોય તો તેની માહિતી લેવા માટે વ્યક્તિગત રીતે સાંભળવાનો અભિગમ દાખવવામાં આવ્યો હતો. સૂત્રોના દાવા મુજબ ગત ચૂંટણીમાં ભાજપને મળેલી બેઠકો કરતાં વધુ બેઠકો મળે તે માટે કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં ભાજપને ફાળે 45 બેઠકો ગઇ હતી. જેમાં નલિયા દુષ્કર્મ કાંડમાં બે સભ્યોની સંડોવણી પછી ભાજપે તેને પક્ષમાંથી દૂર કરતાં છેલ્લે 43 સભ્યોનું સંખ્યાબળ રહ્યું હતું.

આજે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ પ્રાસંગીક ઉદ્દબોધન કર્યું હતું. નારીભાઇ પરીયાણી, સુરેશભાઇ શાહ, મધુકાંતભાઇ શાહ, મોમાયાભા ગઢવી, ગીતાબેન ગણાત્રા, સિદ્ધરાજસિંહ જાડેજા, નવીનભાઇ જરૂ વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો