તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શન:સંકુલના દિવ્યાંગ બાળકોને ઘરે બેઠા ઓનલાઈન અપાઇ રહી છે તાલીમ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને આત્મનિર્ભર બને તે માટે વાલીઓને પણ અપાતું માર્ગદર્શન

સમગ્ર શિક્ષા અન્વયે આઈ.ઈ.ડી. યુનિટ અંતર્ગત ગાંધીધામ તાલુકાનાં દિવ્યાંગ બાળકોના શારીરિક તેમજ માનસિક વિકાસ થાય તે હેતુથી બાળકોને રિસોર્સરૂમમાં બોલાવવામાં આવે છે ૫રંતુ હાલ કોવિડ-19 ને કારણે બાળકોને બી.આર.સી. ભવન ખાતે રિસોર્સરૂમમાં બોલાવી શકાતા નથી પરંતુ જિલ્લા કક્ષાએથી સાયકલોજીસ્ટ અને ફિજીયોથેરાપીસ્ટની મદદથી માઇક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી ઓન લાઈન તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં માર્ગદર્શન આપવામાં આવે છે.

માનસિકક્ષતિ, બહુવિક્લાંગતા, ઓર્થોપેડિક, મગજનો લકવા ધરાવતા દિવ્યાંગ બાળકોને સાયકોલોજીસ્ટ વિનય કુમાર શીલું અને ફિજીયોથેરાપીસ્ટ તન્વીબેન અમીન દ્વારા બાળકોનો અને વાલીઓને ઓન લાઈન માર્ગદર્શન આપે છે. જેમાં બાળકોને ઘરે સાદી કસરતો કરાવવી, દેશી રમત રમાડવી જેમાં બાળકોને કસરત પણ થઈ શકે તેવી રમતો રમાડવી તે અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. વાલીઓએ સારા પુસ્તકોનું વાંચન કરીને દિવ્યાંગ બાળકોને સંભળાવવી જેથી કરીને બાળકોમાં સારા સંસ્કારોનું ચિંસન થાય.

દિવ્યાંગ બાળકોના વાલીઓને બાળકોને એડીએલ પ્રવૃતિ અંગે માર્ગદર્શન પણ આપી બાળકોને મેગેઝીનમાથી કાઈક જાણવા જેવુ તેમજ ઘરકામની પ્રવૃતિમાં સામેલ કરવા જેથી કરીને દિવ્યાંગ બાળક પણ આત્મનિર્ભર બને તે અંગે વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઓન તાલીમમાં જિલ્લા આઈ.ઈ.ડી. કો.ઑ. બી.આર.સી. કૉ.ઑ. ભરતભાઈ ઠક્કર ગાંધીધામ તાલુકાનાં સ્પેશ્યલ એજ્યુકેટર, દિવ્યાંગ બાળકો અને એમના વાલીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...