અશ્વ દોડ:વેકરિયાનું રણ ઘોડાની હણહણાટીથી ગાજી ઉઠ્યું

સામખિયાળી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ તેમજ ઉત્તરપ્રદેશ, રાજસ્થાનના અશ્વ માલિકોએ દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો

કચ્છના વેકરીયાના રણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છ અશ્વ પાલક ગ્રુપ દ્વારા અશ્વ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, રાજસ્થાનના અશ્વો માલિકોએ ભાગ લીધો હતો. અા રેસમાં પાંચ જાતની દોડ રાખવામાં આવી હતી. તેમાં મોટી રેવાળમાં પ્રથમ નંબરે મદારસંગ જાડેજા (લાકડીયા), બીજા નંબરે જાકબભાઈ જત (જતવાઢ), ત્રીજા નંબરે નવાબખાન રાજર (રાજસ્થાન) જ્યારે નાની રેવાળમાં પ્રથમ નંબરે રાઠોડ કિશોરભાઈ (મોરબી), બીજા નંબરે ગુલામ ખાન રાજર (રાજસ્થાન), ત્રીજા નંબરે હીરાભાઈ દેવકણ આહીર (ઢોરી સુમરાસર) વિજેતા થયા હતાં.

જ્યારે મોટો સરાળોમાં પ્રથમ સુલેમાન કાસમ(કચ્છ), દ્વિતિય મલિક કરીમખાન (વારાઇ), તૃતિય બાવાજી (માંડવી), નાનો સરાળોમાં પ્રથમ હાડી સમા, સુમરા રમજુભાઈ, ઈરફાનભાઈ, રાઉન્ડ દોડમાં પ્રથમ સુમરા ઇમરાનભાઈ, તુર્ક અબ્દુલભાઈ, મનહર ગઢવી સહીતના અશ્વોએ દોડમાં એકથી ત્રણ નંબરો પ્રાપ્ત કર્યા હતાં. કચ્છ અશ્વ પાલક ગ્રુપ દ્વારા વિજેતા અશ્વો માલિકોને રોકડ અને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતાં. આયોજનમાં કચ્છ અશ્વ પાલક ગ્રુપના પ્રમુખ વાઘેલા દિલુભા, લઘાય જાકીરભાઈ ચાકી, મામદભાઈ તેમજ અન્ય લોકોએ જેહમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...