તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીનો કકળાટ:આદિપુર, સુંદરપુરીના ટોળાનો કકળાટ

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી મુદ્દે નગરપાલિકાના વહીવટદારો વામણા પૂરવાર થઈ રહ્યા છે
  • સમસ્યાનું મૂળ શોધવામાં પદાધિકારીઓની મહેનત કારગત ન નિવડી

ગાંધીધામ નગરપાલિકાના વહીવટદારોએ પાણી માટે સુચારુ વ્યવસ્થા ઊભી કરીને લોકોને પાણી પહોંચાડી શકાય તે માટે પ્રયત્ન કરે છે પરંતુ તેમાં તેને સફળતા મળી હોય તેવું જણાતું નથી. આજે પણ જુદા જુદા વિસ્તારોમાં પાણી મળતું હોવાની ફરિયાદો યથાવત રહેવા પામી છે. સુંદરપુરી અને આદિપુરના એરિયામાંથી આજે રહીશોએ આવીને પાલિકા કચેરીએ રજૂઆત કરી તાકીદે પાણી આપવા માટે માગણી કરી હતી.

નગરપાલિકાને પૂરતા પ્રમાણમાં પાણી નર્મદાનું આપવામાં આવે છે,પરંતુ પાણીના વિતરણ વ્યવસ્થાની ખામી કે અન્ય અંદરોઅંદરની ખટપટને કારણે લોકો સુધી પાણી પહોંચી શકાતું નથી તે હકીકત છે .સંકુલના જુદા વિસ્તારોમાં પાણી મળતું હોવાની ફરિયાદો ઊઠી છે. આ ફરિયાદનું નિરાકરણ લાવવા માટે પદાધિકારીઓ ઉઠાવે છે પરંતુ કોઇને કોઇ જગ્યાએ કચાશ રહેતા તેને કારણે સફળતા મળતી નથી અને લોકોનો પાલિકા પ્રત્યે રોષ વધી રહ્યો છે. ભાજપના નગર સેવકો પણ પોતાના વિસ્તારમાં પાણી પૂરું પાડી શકાય તેમ ન હોવાથી હવે લોકોને મોટું પહોંચાડી શકે તેમ ન હોય જવાબ આપી થાકી ગયા છે.

પાણીનો કકળાટ દુર કરવા કેટલાક સભ્યો પાર્ટી માં રજૂઆત કરવાના મૂડમાં આવી ગયા છે. સ્કથાનિક કક્ષાએ રજુઆત થાય છે પરંતુ પાલિકાના પદાધિકારીઓ જેવી રીતે ધ્યાન આપવું જોઈએ તે આપતા ન હોવાની ફરિયાદ પણ ભાજપના નગર સેવકો કરી રહ્યા છે. પાણી મુદ્દે ચાલતા પાણીના રાજકારણમાં કોણ ક્યારે કોને અડફેટે લેશે તે તો સમય આવ્યે ખ્યાલ આવશે.

સોસાયટીમાં બીજા ઘરમાં પાણી આવતું નથી
ગાંધીધામ નગરપાલિકાની જુદી વસાહતોમાં પાણી મળતું હોવાની ફરિયાદો નિરાકરણ લાવવા પગલાં ભરાય છે કેટલીક સોસાયટીઓમાં એક ઘરમાં પાણી આવે છે. બીજા પાડોશીના ઘરમાં જ પાણી આવતું હોવા સહિતના મુદ્દે ફરિયાદો ઊઠે છે. પાણીની નવી લાઇન નાખવામાં આવ્યા પછી પણ આવી સ્થિતિ હોય તો નપાણીયા નેતાઓ કેમ આ બાબતે કોઈ ઉલ્લેખ ન કહી શકાય તેવી કાર્યવાહી કરી શકતા નથી તે પ્રશ્ન છે. પાણીની લાઈન ભરાયા હોય પછી તબક્કાવાર મુજબ પાણી આપવું જોઈએ તેમાં પણ કોઇને કોઇ અડચણ આવતી હોવાથી અન્ય પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે

3-એ સહિતના એરિયામાં સમસ્યા વકરી
સંકુલના 3-બી, 5-એ, 5-બી સહિતના વિસ્તારોમાં પાણીની સમસ્યા ઘર કરી ગઇ છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતા તેનો ઉકેલ આવ્યો નથી. જે તે નાગરિકો દ્વારા આ બાબતે તેના નગરસેવકોને પણ રજૂઆત કરી છે પરંતુ નગરસેવકો પૈકી કેટલાક નિષ્ક્રિય હોય ચોમાસે ભરચોમાસે પ્રશ્ન ઊભો થાય તેની પાછળ અન્ય કોઈ પરબ તો કામ કરતું નથી ને તેવો પ્રશ્ન પણ ઉઠે તે સ્વભાવિક છે.

અન્ય સમાચારો પણ છે...