તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાજિક અંતરનો અભાવ:મદનસિંહજી સર્કલને તાળું મરાતા આસપાસ ઉમટતી ભીડ ચિંતાજનક

આદિપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ ઊમટતા લોકોમાં માસ્ક - સામાજિક અંતરનો અભાવ
  • સર્જાતી ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો પરેશાન, સવારના મેળા જેવા દ્રશ્યો

કોરોનાની બીજી લહેર નીચે ગયા બાદ લોકો હળવાફુલ થયા હોય તેવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળી રહ્યા છે. ત્યારે આદિપુરના હાર્દ સમા મદસિંહજી સર્કલ પર તાળુ મરાયેલુ રખાતા તેની આસપાસ મોટી સંખ્યામાં ઉમટતી ભીડ હવે ના માત્ર કોરોના સંદર્ભમા ચીંતાનું કારણ બની છે, પરંતુ ટ્રાફિક માટે પણ માથાના દુખાવા સમાન પરિસ્થિતિ પેદા થઈ રહી છે.

આદિપૂરની ઓળખસમા મદનસિંહજી સર્કલ પર સવારના સમયમાં ઊમટતા પરપ્રાંતીય શ્રમિકો તેમજ અન્યોનું પ્રમાણ ખુબ વધુ જોવા મળી રહ્યું છે. જેમાં એક તરફ માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના અભાવે લોકોમાં ભય જોવા મળી રહયો છે.

આદિપુરના મદનસિંહજી સર્કલ પર વહેલી સવારે 7થી 9 સુધી સેંકડો મજૂરોના ટોળેટોળા જોવા મળી જાય છે. આસપાસની ચા- નાસ્તાની રેકડીઓ ઉપરાંત સર્કલની ચારેબાજુ વાહનો પાર્ક કરીને ભીડભાડ જોવા મળી રહી છે. તાળુ મારવુ એક માત્ર ઓપ્શન છે કે તેનાથી ઉપર ઉઠી ખરેખર પાલિકા કે પોલીસ મુખ્ય પ્રશ્નો સામે બાથ ભીડવા પામે છે તે યક્ષપ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...