તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રિકેટ:તાજાવાલા ટ્રોફી માટે ક્રિકેટની ટીમની પસંદગી કરાશે

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન રાજકોટ દ્વારા આયોજીત તાજાવાલા ટ્રોફિ માટે કચ્છ ડિસ્ટ્રીક્ટ (રૂરલ) ક્રિકેટ એસોસિએશન ગાંધીધામની ટીમની પસંદગી કરવામાં આવનાર છે. તાજાવાલા ટ્રોફિક સિનિયર ટીમ માટે કચ્છ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટીમ તા.11 મીના સવારે 9 કલાકે દિલ્હી પબ્લિક સ્કૂલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સિલેકશનની કામગીરી કરવામાં આવનાર છે.

આ ટીમ માટે જે ક્રિકેટરોને પસંદગીની પ્રક્રિયામાં ભાગ લેવો હોય તેને બે આઇડી પ્રુફ, બે ફોટા, 300 રૂપિયા ફી,કીટ સાથે હાજર રહેવા જણાવાયું છે. એસોસિએશનના પ્રમુખ ચંદ્રશેખરભાઇ અયાચીના દેખરેખ હેઠળ પસંદગી સમિતિના સભ્યો ખેલાડીઓનું સિલેકશન કરશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ અને કચ્છના ખેલાડીઓને પ્રત્સાહન મળે તે માટે સતત મહેનત કરવામાં આવે છે અને કોચિંગ પણ આપવામાં આવે છે. જેને લઇને સારું એવું પરીણામ કેડીઆરસીના આયોજનને કારણે અને પદાધિકારીઓની મહેનતને લઇને થઇ રહ્યું છે. કચ્છ ડિસ્ટ્રીક્ટ (રૂરલ) ક્રિકેટ એસો.ની ટીમ અંડર 16, 19 અને 23 અને સિનિયરની ટીમ સૌરાષ્ટ્રમાં બધા ફોર્મેટમાં સારૂં પ્રદર્શન કરી રહી છે. વુમન્સ ટીમમાં પણ સૌરાષ્ટ્રની ટીમમાં ગાંધીધામની દિકરીઓ રમી રહી છે.

અન્ય સમાચારો પણ છે...