દંપત્તિને માર મરાયો:રાપરના લોદ્રાણીમાં જુની અદાવતમાં દંપતિને માર પડી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાપર તાલુકાના નાગપુર લોદ્રાણી ખાતે જુની અદાવતનું મનદુ:ખ રાખી ચાર જણાએ દંપતિને માર માર્યો હતો. તો અંજારના વરસામેડીમાં રૂપિયા મુદ્દે દંપત્તિને માર મારતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

નાગપુર લોદ્રાણી રહેતા 21 વર્ષીય ઇશ્વરભાઇ દેવાભાઇ રબારીએ ફરિયાદમાં જણાવ્યું કે અગાઉની અદાવતનું મનદુ:ખ રાખી નરશી વેલાભાઇ રબારી, ગોવા જગમાલ રબારી, સુખા જગમાલ રબારી અને ખેંગા નારાણભાઇ રબારીએ તેમના પિતા દેવાભાઇ સાથે બોલાચાલી કર્યા બાદ ફરિયાદીઇશ્વરભાઇને ધક બુશટનો માર માર્યો હતો તેમાં તેમને છોડાવવા વચ્ચે પડેલા તેમના પત્ની લક્ષ્મીબેનને પણ ધકો મારી નીચે પાડી દેતાં આંખના ભાગે ઇજા પહોંચી હતી. અંજાર પોલીસ મથકે વરસામેડીની બાગેશ્રી-7 સોસાયટીમાં રહેતા 32 વર્ષીય હેમાબેન શનિભાઈ શાહે જણાવ્યું કે પડોશમાં રહેતા મજબૂતસિંહ ઉછીના રૂપિયા આપ્યા હોવાથી તે પરત માંગવા જતા આરોપી તથા પૃથ્વીસિંહ, વાસુદેવ અને યુવરાજસિંહે તેમને માર માર્યો હતો જે બાદ રાત્રે 2 વાગ્યે ફરિયાદીના પતિએ ફીનાઇલ પી લેતા તેને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...