તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડવો અનુભવ:પ્લેટફોર્મ ટિકિટ મુદ્દે દંપતીને 2 કલાક રઝળાવ્યું

ગાંધીધામ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીધામ રેલવે સ્ટેશને ત્રણ રેલવે કર્મચારીઓનો થયો કડવો અનુભવો
 • અપમાન જનક ભાષા ઉપયોગ કરી પરોક્ષ રીતે રીશ્વતની માંગ કરીઃ ખોટી પેનલ્ટી પણ વસુલી

ગાંધીધામના રેલવે સ્ટેશને યુવા દંપતિને રેલવે કર્મચારીઓનો કડવો અનુભવ થયો હતો. પ્લેટફોર્મ ટિકિટ જેવી બાબતે બે કલાક સુધી તેમને રોકીને પરેશાન કરાયા હતા. એઆરએમને પત્ર પાઠવીને આ અંગે નીરાલી પ્રીત મહેતાએ જણાવ્યું હતું કે તેઓ ગાંધીધામ રેલવે સ્ટેશને બુધવારના સવારે પહોંચ્યા હતા. તેમના હાથમાં ઈજા હોવાથી તેમને સ્ટેશને રીસીવ કરવા આવેલા પ્રીત સ્ટેશને દોડી જઈને પ્લેટફોર્મ ટિકિટ લેવા ગયા હતા, પરંતુ ત્યાં કોરોના કાળના કારણે તે બંધ હોવાનું બોર્ડ લાગેલું હતું.

ત્યારબાદ તેવો સામાન લઈને બહાર નિકળતા હતા ત્યારે ટીસી અવિનાશ શર્મા તેમજ અન્યએ પ્રવાસી સીવાય એકની પ્લેટફોર્મ ટીકીટ ના હોવાનું કહી રોક્યા હતા 3600 રુપીયાની પેનલ્ટી ભરવા જણાવ્યું હતું. અરજદારે પરિસ્થિતી જણાવીને ટિકિટ કાઉન્ટર બંધ હોવાનું અને પેનલ્ટીનો દર ઓછો કરવા પણ અપીલ કરી હતી પરંતુ સરકારી કર્મીને ના શોભે તેવા અત્યંત અપમાનજનક ભાષાનો પ્રયોગ કરીને તેણે અને તેની સાથે રહેલા અન્ય શખસ રાણા તેમજ અન્ય એક દ્વારા તેમને બે કલાક સુધી સ્ટેશને બેસાડી રાખીને જેલમાં નાખવાની ધમકીઓ અપાઈ હતી, સ્ત્રીની ઉપસ્થિતીમાં ગરીમાને ભુલી દેવાઈ હતી.

રેલવે કર્મચારીએ ડરાવવા માટે આરપીએફ જવાનને પણ બોલાવ્યા હતા, જેમણે પણ સ્થિતી જોઇને રેલવે કર્મીને ઓછી પેનલ્ટી કરવા અને જવા દેવા કહ્યું હતું, પણ ટીસી શર્માએ સાંભળ્યું નહતુ. સ્ટેશનના ઉપસ્થિત ઉચ્ચ અધિકારીને સ્થળ પર આવેલા અરજકર્તાના સસરા હરેશભાઈ મહેતાએ રજુઆત કરતા તેમણે પણ ટીસીને બાબત પુરી કરવા કહ્યું હતું,પણ ઉદ્ધતાઈ પુર્ણ ટીસીએ ત્યારબાદ પણ કોઇનું ના માનીને અંતે અમદાવાદ થી ગાંધીધામનો અતીરીક્ત સામાનની પાવતી ફાડીને પેનલ્ટી લગાવી હતી. અરજકર્તાનો તબીબે મળવાનો સમય પણ નિકળી ગયો હતો અને તેને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના અંગે જરૂરી કાર્યવાહી કરવાની માગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો