તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:દેશનું પ્રથમ ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ સિટી કાસેઝને જાહેર કરાયું

ગાંધીધામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધી ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા જાહેરાત
  • પાણીનો બચાવ, કુદરતી ઉર્જા, વેસ્ટ મેનજમેન્ટ સહિતના મુદ્દા જોવાયા

ધી ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા કંડલા સ્પેશિયલ ઇકોનોમીક ઝોનને દેશનું પ્રથમ ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ સિટીની જુદા જુદા પેરામિટરને ધ્યાને લઇને જાહેર કરાયું છે. અંદાજે 2800 જેટલા કર્મચારીઓને રોજગારી પુરી પાડતા સેઝમાં વહીવટી ક્ષેત્રે કરાયેલી કામગીરી વૃક્ષ વાવેતરના અન્ય જુદા જુદા તબક્કાવાર થયેલા આયોજનને પગલે આ સફળતા મળી છે તેમ કહી શકાય.

મળતી માહિતી મુજબ ધી ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા સેઝમાં કરાયેલી કામગીરી સહિતના મુદ્દે માહિતીઓ મેળવવામાં આવી હતી. જેમાં કંડલા સ્પેશિયલ ઇકોનોમીક ઝોન દ્વારા પાણીનો બચાવ, કુદરતી ઉર્જા, વેસ્ટ મેનેજમેન્ટ, ઇ ગર્વમેન્ટ, વૃક્ષ વાવેતર સહિતના પેરામિટરમાં અગ્રેસરતા જોવા મળી હતી અને લોકોને પણ આ અભિયાનમાં જોડવામાં સફળતા મળતાં પ્લેટેનીયમ કેટેગરીએ દેશના પ્રથમ ઔદ્યોગિક સિટીને જાહેર કર્યું છે. તેનો સમયગાળો 2021થી 2026 સુધીનો રહેશે. કાસેઝને મળેલી આ સિદ્ધી બદલ ડીસી તરીકે કામગીરી બજાવી ચૂકેલા ડૉ. અમીયા ચંદા તથા તેમની ટીમનો ફાળો છે.

અન્ય સમાચારો પણ છે...