તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:સ્વચ્છતા સર્વેક્ષણ ચેકિંગમાં કોરોનાનું ગ્રહણ લાગે તેવી વકી

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશભરમાં ચલાવાઇ રહ્યું છે સફાઇ અભિયાન
  • નગરપાલિકાની સારી કામગીરીને લઇને ઝોનમાં પ્રથમ નંબર મેળવ્યો હતો

ગાંધીધામ સહિત દેશની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2021ની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. નગરપાલિકાએ અત્યારથી જ આળસ મરડીને અગાઉની જેમ સફાઇ બાબતે સારો નંબર મળે તે માટે તૈયારી શરૂ કરી દીધી હોવાના સંકેત મળી રહ્યા છે. જોકે, આ વખતે કોરોનાનું ગ્રહણ તપાસ માટે આવતી ટીમને નડે તેવી સંભાવના પણ હાલના તબક્કે નકારી શકાય તેમ નથી. અલબત, પાલિકા અને મહાપાલિકાઓ પાસેથી ડેટાબેસ, કામગીરીનો અહેવાલ તો મંગાવી લેવામાં આવશે. ત્યાર બાદ શું થાય છે તેની માહિતી મળશે.

ગાંધીધામ નગરપાલિકા સફાઇ પાછળ મહિને 80 લાખથી વધુ રકમનો ખર્ચ કરી રહી છે. સફાઇ ક્ષેત્રે સારી કામગીરી થાય તે માટે મુખ્ય અધિકારી દર્શનસિંહ ચાવડા, સેનેટરી ઇન્સ્પેક્ટરો કરણ ધુવા,ગાયત્રી પ્રસાદ જોશી, પવાણી વગેરે પોત પોતાની રીતે કામગીરી કરી રહ્યા છે. ફરી એક વખત સ્વચ્છતા સર્વેક્ષણ માટે જાન્યુઆરીમાં ટીમ આવે તેવી સંભાવનાના પગલે હાલ ધમધમાટ પણ શરૂ થઇ ગયો છે. અગાઉ રાજકોટ ઝોનમાં પ્રથમ નંબરે રહેલા અને દેશની પાલિકા અને મહાપાલિકામાં સફાઇ ક્ષેત્રે સારી કામગીરી બદલ નંબર મેળવેલ ગાંધીધામ પાલિકા આ વખતે પણ મેદાન મારે તે માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ઝંડાચોક સહિતના સ્થળો પર સૂત્રો લખવામાં આવી રહ્યા છે. લોકજાગૃતિ માટેના પ્રયત્ન પણ શરૂ થઇ ગયા છે.

દરમિયાન દર વખતે કામગીરી નિહાળવા માટે ટીમનું આગમન થતું હોય છે તે જુદા જુદા પાસાઓ નક્કી કરવામાં આવ્યા છે તેની ચકાસણી કરીને તે મુજબ રેંક આપતા હોય છે. આ વખતે કોરોનાને લઇને આ ટીમ આવશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી પરંતુ ઓનલાઇન વ્યવસ્થાના ભાગરૂપે જુદી જુદી માહિતીઓ એકત્ર કરીને નગરપાલિકા દ્વારા થઇ રહેલી કામગીરી સંદર્ભે માહિતી મોકલી આપવામાં આવી છે. હજુ પણ ખુટતી કડીઓની માહિતી મેળવીને મોકલી અપાશે તેમ જણાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો