તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ભારાપરમાં કોન્ટ્રાક્ટરને ધોકા-પાઇપથી માર મરાયો

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કામ ઉપર ન રાખવા મુદ્દે બેએ હુમલો કર્યો, રેણુકા સુગરની ઘટનામાં બે ભાઇઓ સામે ફરિયાદ

ગાંધીધામ નજીક આવેલા ભારાપરની કંપનીના લેબર કોન્ટ્રાક્ટરને કામ ન આપવાનું મનદુ:ખ રાખી બે ભાઇઓએ લોખંડના પાઇપ અને ધોકા ફટકાર્યા હોવાની ઘટના કંડલા મરિન પોલીસ મથકે નોંધાઇ છે. કિડાણા ખાતે રહેતા અને ભારાપરમાં આવેલી રેણુકા સુગર લિ.કંપનીમાં લેબર કોટ્રાક્ટર તરીકે કામ કરતા 40 વર્ષીય કિશનભાઇ આતુભાઇ દાફડાએ ફરિયાદ નોંધાવી છે કે આજે સવારે લેબરોને લઇને તેઓ રેણુકા સુગર કંપની પહોંચ્યા ત્યારે તુણા રામનગરમાં રહેતા મુસ્તાક સિદ્દીક બાપડા અને સુલતાન સિદ્દીક બાપડા ત્યાં હાજર હતા.

મુસ્તાકે તેમને કહ્યું હતું કે તમે એક મહિના પહેલાં મારા ભાઇ અલ્તાફ સિદ્દીક બાપડાને કેમ કાઢી નાખ્યો હતો ? તેમજ કાલે સાહિલ હાજી બાપડાને પણ કેમ કામ ઉપરથી કાઢ્યો છે ? તેમ કહી મન ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો અને ત્યારબાદ બન્ને જણાએ જાતિ અપમાનિત કરી લોખંડના પાઇપ અને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. ઇજાગ્રસ્ત કિશનભાઇને કંપનીની ગાડીમાં સારવાર માટે રામબાગ હોસ્પિટલ ખસેડાયા હતા. કંડલા મરિન પોલીસે હુમલો કરનાર બન્ને ભાઇઓ વિરૂધ્ધ એટ્રોસિટિ એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો