મુલાકાત:ડૉ.બાબા સાહેબ કનવેન્સન હોલનું નિર્માણ કાર્ય ડિસેમ્બરમાં પૂર્ણ થશે

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય સહિતના આગેવાનોએ થઇ રહેલા કામનું નિરીક્ષણ કર્યું

ડીપીટી દ્વારા નવનિર્મિત ડૉ.બાબા સાહેબ આંબેડકર કનવેન્સન સેન્ટર ની ધારાસભ્ય સહિતનાએ મુલાકાત લઇને નિરીક્ષણ કર્યું હતું. ભવનનું નિર્માણ કાર્ય ડિસેમ્બર કે નવાવર્ષે પૂર્ણ થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવીરહી છે. આ પ્રોજેકટ ડૉ.બાબા સાહેબ આંબેડકર કનવેન્સન સેન્ટર તરીકે અંદાજીત રૂ.28.84 કરોડનાં ખર્ચે તૈયાર થશે. આ ભવનનું નિર્માણ લગભગ 36000 ચો.મી માં પથરાયેલું હશે.ગાંધીધામ શહેરનાં નાગરિકોની બહુવિધ જરૂરિયાતોને સંતોષી શકે એવા વિશાળ ભવનનું નિર્માણ કાર્યનું તે વખતનાં શિપિંગ મંત્રીએ ૨૦૧૬ માં જાહેરાત કરી હતી. આ ભવનનું નિર્માણ એક અલગ શૈલીથી તૈયાર કરવામાં આવી રહ્યું છે.

સુંદર, મલ્ટી એક્ટિવિટીઝ બોક્સ સ્ટ્રક્ચરસાથેનું સંપૂર્ણ વાનાનુકૂલિત, અને સુંદર પેનલથી સજાવેલું અંદરનું વિભાગ સાથે બહારની બાજુએ લેન્ડસ્કેપ ગ્રીન લોન વૃક્ષો તથા બેકઅપ પાવર જનરેટર ની વ્યવસ્થા સાથે તૈયાર કરવામાં આવશે.ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની સાથે આ સ્થળની મુલાકાતે ભાજપ શહેર પ્રમુખ પંકજભાઈ ઠક્કર, પાલિકા પ્રમુખશ્રી ઈશિતાબેન ટીલવાણી, ઉપપ્રમુખ બળવંત ઠક્કર, મધુકાંતભાઈ શાહ, સુરેશભાઇ શાહ, મોમાયાભાઇ ગઢવી, વિજયસિંહ જાડેજા પણ જોડાયા હતા.

તેઓએ આ ભવનના બાંધકામ વિસ્તારમાં પોર્ટ ટ્રસ્ટનાં હાજર રહેલા અધિકારીઓ મનોજ ગોહિલ વગેરે સાથે ભવનનાં નિર્માણ બાબતે વિચાર-વિમર્શ કરીને માહિતી મેળવી હતી. દિનદયાલ પોર્ટના અધિકારીઓ તરફથી મળેલ માહિતી પ્રમાણે આ ભવનનું નિર્માણ કાર્ય ચાલુવર્ષનાં ડિસેમ્બર અથવા નવા વર્ષનાં પહેલા મહિના સુધી પૂર્ણ થઈ જવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...