તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:સાધુ વાસવાણી સ્કુલના ક્લાર્કે 1.31 લાખ ફી પેટે ઉઘરાવી જમા ન કરાવ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામના બે અલગ અલગ વિદ્યાલયના કર્મચારીઓએ 2.66 લાખની ઉચાપત કરી
  • ગજવાણી પ્રિ-પ્રાયમરી શાળાના શિક્ષિકાએ ફી પેટે આવેલા 1.28 લાખ પોતાના ગજવામાં સેરવ્યા

ગાંધીધામના કચ્છ ડિસ્ટ્રીક્ટ સમાજ કલ્યાણ મંડળ હસ્તકની બે શાળાઓના કર્મચારીઓએ ફી પેટે વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસેથી રૂ.2.66 લાખ ઉઘરાવ્યા બાદ જમા ન કરાવી વિશ્વાસઘાત કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે ચડી છે.

આદિપુરમાં રહેતા અને કચ્છ ડિસ્ટ્રીક્ટ સમાજ કલ્યાણ મંડળના ટ્રસ્ટી 56 વર્ષીય રાજેશભાઇ ધર્મદાસ ચંદનાનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની સંસ્થા શહેરમાં અલગ અલગ જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે જેમાં તેમની લીલાશાહનગર ખાતે આવેલી સાધુ વાસવાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા મેઘપર બોરીચી રહેતા અક્ષય ક્રિષ્ણકાન્ત શર્માએ તા.6 જાન્યુઆરી 2018 થી તા.4 જુલાઇ 2021 સુધીવિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ઉઘરાવેલી ફી રૂ.1,31,930 સ્કુલમાં જમા ન કરાવી વિશ્વાસઘાત કર્યો હોવાનું હિસાબો તપાસતાં બહાર આવ્યું હતું. તો તેમની જ સંસ્થાની લીલાશાહનગર ખાતે જ આવેલીગજવાણી પ્રિ-પ્રાયમરી સ્કુલમાં શિક્ષિકા તરીકેે ફરજ બજાવતા રૂપાબેન ઇશ્વરભાઇ ગર્ગને તા.1 ઓગષ્ટ 2016 થી ઇન્ચાર્જ તરીકે પ્રમોશન આપી સ્કુલની ફી ઉઘરાવવાની અને રસિદ આપવાની જવાબદારી સોંપી હતી.

પરંતુ રુટિન હિસાબનો ચકાસણી દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ઉઘરાવેલી રૂ.1,28,842 સ્કુલમાં જમા ન કરાવી છેતરપિંડી કરી હોવાનું બહાર આવતાંપ્રથમ બન્ને સ્કુલના કર્મચારી હોવાને કારણે સ્કુલ તથા તેમની પણ બદનામી ન થાય તે માટે અત્યાર સુધી ફરીયાદ કરવાનું ટાળ્યું હતું પણ ત્યારબાદ તેમણે આ બાબતે એ-ડિવિઝન પોલીસ મથકે તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.

કોરોનામાં શિક્ષણ સંસ્થાઓને પણ પડી છે અસર
શિક્ષણ ક્ષેત્રે કોરોનાના સમયગાળામાં લેવામાં આવેલા નિર્ણયને લઇને અન્ય સ્થળોની જેમ અહીં પણ શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે ફી ના મુદ્દે આમને સામને વિવાદ થઇ ચૂક્યા છે. કેટલીક શાળાઓએ ફી ના નિર્ધારિત કરેલા માળખાં કરતાં વધુ રકમ વાલીઓ પાસેથી લીધી હોવાની ફરિયાદ પણ ઉઠી હતી ત્યારે શાળા સંચાલકો પૈકી કેટલાક લોકડાઉનમાં શાળાઓને ફી ચૂકવાઇ ન હોવાનો ચણભણાટ પણ થઇ ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...