તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નગરવાંચ્છના:શહેરને દીર્ઘદ્રષ્ટી વાળા ઇજનેરની તાતી જરૂરીયાત

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પચરંગી વસ્તી ધરાવતા આર્થિકનગરમાં થઇ રહેલો ગુંગણામણ વિકાસ
  • ભવિષ્યની વસ્તીને ધ્યાનમાં લઇને સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પાલિકાએ ચિંતા સેવવી પડશે

પચરંગી વસ્તી ધરાવતા આર્થિકનગર ગાંધીધામમાં ભવિષ્યની દ્રષ્ટીને ધ્યાનમાં રાખીને શહેરનો વિકાસ થાય અને લોકોને જુદી જુદી સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે યોગ્ય આયોજન કરવું જરૂરી બન્યું છે. પાલિકા પાસે ખાટલે ખોટ એ છે કે, જાણકાર અધિકારીઓનો અભાવ છે અને ઇજનેર કક્ષાના જે અધિકારી હોવા જોઇએ તે પણ નથી. માત્ર રગશિયું ગાડું ચલાવવામાં આવી રહ્યું છે. આર્થિક લેવડ દેવડના હિસાબની જગ્યામાં પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે. પાલિકાના નવા ચૂંટાયેલા પદાધિકારીઓએ સરકારમાં રજૂઆત કરીને બે નવા ઇજનેરની વરણી થાય તે માટે આગળ આવવું જોઇએ તેવી લોકો ગુહાર લગાવી રહ્યા છે.

શહેરમાં વિકાસ થાય તે માટે જે તે સમયથી અધિકારી અને પદાધિકારીઓ પોત પોતાની રીતે ભૂમિકા ભજવી રહ્યા છે. પરંતુ ઝેડગતિએ વધી રહેલા વિકસીત શહેરમાં પ્રાથમિક જરૂરીયાતની ઉણપ દૂર કરવા જે તે પગલા ભરવા જોઇએ તેની ઉણપ જણાઇ રહી છે. માત્ર વિકાસના બણગાઓ ફુંકીને લાખો રૂપિયાના કામો મંજુર કરવામાં આવે છે પરંતુ જે તે કામો થાય છે તેની ગુણવત્તા સહિતના પ્રશ્નો પાલિકાને શંકાના દાયરામાં લાવે છે. આગામી 20 વર્ષમાં શહેરની પરીસ્થિતિ કેવી હોવી જોઇએ અને શું જરૂરીયાત છે તે અંગે પાલિકાએ જરૂર પડ્યે એન્જિનિયર એસોસિએશન સહિતનાનો સહયોગ લઇને આગળ આવવું જોઇએ તે જરૂરી બન્યું છે.

પાલિકામાં ઇજનેર વિભાગમાં અનુભવની કેટલાક અધિકારીઓમાં ઉણપ હોવાની બૂમ ની સાથે પાણી અને અન્ય વિકાસની બાબતે બે ઇજનેર કક્ષાના અધિકારીઓને મુકવામાં આવે તે જરૂરી છે. જરૂર પડ્યે ડીપીટીના અધિકારીઓના જ્ઞાનનો પણ ઉપયોગ કરી શકાય. શહેરમાં પાણી, ડ્રેેનેજ જેવી મૂળભૂત સુવિધાઓ પણ નગરજનોને યોગ્ય રીતે ના મળતી હોવાની ફરિયાદ ઘણી જૂની છે. પરંતુ તે દિશામાં નક્કર પગલા ઉઠાવાયા નથી.

ઉપપ્રમુખે પહેલ કરી છે
નગરપાલિકાના ઉપપ્રમુખ બળવંત ઠક્કર દ્વારા શહેરના વિકાસને નજરમાં રાખીને એન્જિનિયર એસોસિએશનથી લઇને અન્ય સ્થળોથી પાલિકા દ્વારા ઇજનેરોને કોન્ટ્રાક્ટ બેઝથી જરૂર પડે રાખવા પણ વાત વહેતી મુકવામાં આવી છે. આ પદાધિકારીની પહેલ પછી હવે ટીમ શું પગલે લે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...