તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:કંડલા એરપોર્ટના વિસ્તરણ માટે 322 એકર જમીન આપવા કેન્દ્રએ રાજ્ય પાસે ખોળો પાથર્યો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 268 એકરમાં ફેલાયેલા એરપોર્ટ પાસે થયેલા બાંધકામથી એક્સ્ટેંશનની સંભાવના નબળી
  • ઉડ્ડ્યન મંત્રીએ મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના વિકાસીલ એરપોર્ટ માટે કરી માંગણી

સતત વિકાસ કરી રહેલા કંડલા એરપોર્ટનું લીમીટેડ માળખુ તેના વિકાસ માટે બાધક બની રહ્યું છે ત્યારે તેના વિસ્તરણ માટે કેંદ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રીએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ અન્ય ચાર સાથે કંડલા એરપોર્ટના વિસ્તરણ માટે 322.85 એકરની માંગણી કરી હતી. હાલના એરપોર્ટની આસપાસની પરિસ્થિતિ જોતા તેના વિસ્તરણની રાહ આસાન ન હોવાની અને તેના કારણે અન્યત્ર ખસેડવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. હાલ કંડલા એરપોર્ટ 268 એકર વિસ્તારમાં ફેલાયેલું છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદીત્ય સિંડીયા દ્વારા 5 રાજ્યોના મુખ્યમંત્રીઓને એરપોર્ટના વિકાસ માટે જમીનની માંગણી કરી છે. કચ્છના કંડલા એરપોર્ટના વિકાસ માટે તેમણે 322.85 એકર જમીનની માંગ કરી હતી. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા આગામી 5 વર્ષમાં એરપોર્ટના વિકાસ માટે 20 હજાર કરોડનો ખર્ચ કરવાનો પ્રોજેક્ટ આગળ ધપાવ્યો છે.

જે અનુસંધાને જે એરપોર્ટમાં ભવિષ્યની વિકાસની સંભાવનાઓ વિશાળ જોવાઈ રહી છે, તેમના વિકાસને સરકાર બળ આપીને વધુ સુવિધાયુક્ત અને મોટુ કરવા ઈચ્છી રહી છે ત્યારે ગત વર્ષોમાં ફ્લાઈટ્સ અને પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. કંડલા એરપોર્ટના ડાયરેક્ટર સંજીવ મંઘલે જણાવ્યું કે એરપોર્ટને તાજેતરમાં નાઈટ લેન્ડીંગનો પરવાનો પણ મળ્યો છે અને રાજ્ય સાથે દેશની રાજધાની સાથે પણ સીધો હવાઈ માર્ગ સફળતા પુર્વક ચાલી રહ્યો છે. અમારા દ્વારા આ ક્ષેત્રે વધુ વિકાસ થાય તે તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે.

આ અંગે ક્ષેત્રના જાણકાર વર્ગે કહ્યું કે એરપોર્ટ આસપાસ થયેલા ભારે માત્રામાં કંટ્રકશનના કારણે તેના વિકાસ આડે બાધા આવી રહી છે. લાંબા સમયથી તેના વિસ્તરણની વાત ચાલી રહી છે અને સરકાર કરવા પણ માંગે છે પરંતુ તે આસપાસ જમીનજ ન હોવાથી શક્ય નથી બની રહ્યું. ત્યારે આવી સ્થિતિમાં એરપોર્ટ અન્યત્ર ખસેડવું પડે તેજ રસ્તો બાકી રહે છે. જોકે ઓથોરીટીના સુત્રો આવી કોઇ ગતીવીધી કે વિચારથી અબઘડી તો મૌન સેવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...