મારકુટ:પેટ્રોલપંપમાં બીડી પીવાની ના કહેતા કેશિયરને માર મરાયો

ગાંધીધામ,અંજાર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજારમાં ચા ના રૂપિયા માંગતા આધેડનું અપહરણ કરી મારકુટ કરાઇ

ગાંધીધામમાં રોટરી સર્કલ પાસે આવેલા આઇઓસીના પેટ્રોલપમ્પ પર છકડામાં સવાર ઇસમને બીડી પીવાની ના પાડતાં બોલાચાલી કરી કેશીયરને માર મારી તેનો મોબાઇલ પણ કાઢવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.તો,અંજારમાં ચા ના રૂપિયા માંગ્યાનું મનદુઃખ રાખી હોટલના સંચાલકનું અપહરણ કરી તેને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ભારતનગર રહેતા અને રોટરી સર્કલ પાસે આવેલા આઇઓસીના કોકો પેટ્રોલપમ્પ પર કેશીયર તરીકે ફરજ બજાવતા વિષ્ણુભાઇ અજુભાઇ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.3/10 ના રાત્રે સાડા દશ વાગ્યાના અરસામાં તેઓ ઓફિસની બહાર ઉભા હતા ત્યારે એક છકડામાં સવાર પાંચ લોકો પેટ્રોલ ભરાવવા આવ્યા હતા. કર્મચારી હેમરાજભાઇ છકડામાં પેટ્રોલ ભરી રહ્યા હતા તે દરમિયાનછકડામાં સવાર એક ઇસમ બીડી પી રહ્યો હતો જેને હેમરાજભાઇએ પેટ્રોલપમ્પ પર બીડી પીવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ત્રણ જણાએ તેના સાથે બોલાચાલી કરતાં તેઓ આ ત્રણ જણાને સમજાવવા ગયા તો ગાળો આપી હતી અને ધક બુશટનો માર મારી અને પેટ્રોલપમ્પ પર લાગેલા નો પાર્કિંગ અને નો સ્મોકિંગના બોર્ડ ઉપાડી તોડ ફોડ કરી હતી.

એટલું જ નહીં આ ત્રણ આરોપી પૈકી સેક્ટર-7 માં રહેતાસંજય ઇશ્વરભાઇ રબારીએ તો તેમના ખિસ્સામાંથી મોબાઇલ ઝૂંટવાની પણ કોશિષ કરી હતી. વિષ્ણુભાઇએ સંજય, જુસબ અને ભરત ઉર્ફે અઠા વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પીઆઇ એમ.એમ.જાડેજા આ ઘટનામાં તપાસ ચલાવી રહ્યા છે. અંજારના વેગડ ફળિયામાં રહેતા અને ચા ની દુકાન ચલાવતા 55 વર્ષીય ત્રંબકલાલ દેવરામભાઈ વેગડની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ, તા. 28/9ના બપોરે 12 વાગ્યે ફરિયાદીએ હેમલાઈ ફળિયામાં રહેતા આરોપી આરીફ અબ્દુલગફુર લુહાર અને અબ્દુલગફુર લુહાર પાસેથી ચા ના બાકી રૂપિયા પરત માંગતા તે બાબતનું મનદુઃખ રાખી ચાર અજાણ્યા શખ્સો સાથે આવી ફરિયાદીનું રિક્ષામાં અપહરણ કરી જવામાં આવ્યું હતું અને બાદમાં આરોપી આરીફે હાથમાં ધોકો મારી ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી અને તેના પિતા તથા 4 અજાણ્યા ઈસમોએ પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અંજારના જરૂમાં સામાન્ય બાબતે મારામારી, સામસામે ફરિયાદ નોંધાઈ
અંજાર પોલીસ મથકેથી જરૂ ગામે રહેતા 35 વર્ષીય શંકરભાઇ ગગુભાઈ રબારીની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદીએ પશુઓ માટે જરૂ ગામે વાડો વાર્યો હતો. જેના ખાલી કરાવતા અન્ય જગ્યાએ વારવામાં આવ્યો હતો. જેને પણ આરોપીઓએ ખાલી કરવાનું કહેતા ફરિયાદીએ ખાલી કર્યો ન હતો.

જેથી આરોપી હિતેશ ભીખાભાઇ રબારી, તેનો ભાઈ મહાદેવભાઈ, માતા તેજુબેન તથા બહેન જશુબેને ફરિયાદી તથા તેની પત્ની વિજયાબેનને માર માર્યો હતો. તો સામપક્ષે હિતેશભાઈ રબારીએ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી શંકરભાઇએ પોતાનો છકડો ફરિયાદીની બાઇકની બાજુ માંથી ચલાવતા છકડો ધ્યાનથી ચલાવવાનું કહેતા આરોપી અને તેની પત્ની વિજયાબેને ફરિયાદીને માર મારી તેમના પરિવારના સભ્યોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પેટ્રોલપંપ પર આવા તત્વો મોટા અકસ્માતને નોતરી શકે છે
ગાંધીધામમાં પેટ્રોલ ભરાવવા આવેલા છકડામાં સવાર ત્રણ ઇસમો પૈકી એક બીડી પી રહ્યો હતો જેને પમ્પના કર્મીઓએ બીડી આ જગ્યાએ મનાઇ હોવાથી સમજાવ્યો પણ ઉલટું તે મારામારી ઉપર ઉતરી આવ્યો. આવા તત્વો ક્યારેક મોટા અકસ્માતને નોતરી શકે છે ત્યારે આ બનાવમાં જવાબદાર ઇસમો વિરૂધ્ધ કડક કામગીરી કરી બીજીવાર કોઇ પણ આ પ્રકારનું બીજાને નુકશાન થાય તેવું કામ કરતાં અટકી શકે.

અન્ય સમાચારો પણ છે...