તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામ તાલુકામાં કોરોના કેસ આવવાની સંખ્યા જિલ્લા અને રાષ્ટ્રીય સ્તરની જેમ સતત ઘટી રહી છે પરંતુ બદલાઈ રહેલી પરિસ્થિતીઓના કારણે ફરી તેમા ઉછાળો આવે તેવી સંભાવના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે. આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયાએ લોકોને ગફલતમાં ના રહીને સોશ્યલ ડીસ્ટંસ, માસ્ક, સેનેટાઈઝરના નિયમનું ચુસ્તતા પુર્વક પાલન કરવાની અપીલ કરાઈ હતી.
કોરોના વેક્સિન આપવાની પ્રક્રિયામાં હાલ ચૂંટણી, લગ્નગાળો અને બદલાતી ૠતુની આંશીક અસર જોવા મળી રહી છે. અત્યાર સુધી બીજો ડોઝ લેનારાઓની સંખ્યા 76 છે. બુધવારે એક સાથે ત્રણ પોઝિટિવ કેસ ગાંધીધામમાં નોંધાયા બાદ ગુરુવારે એકેય નવો કેસ નોંધાયો નહતો. તો કરાયેલા કુલ 241માંથી પણ એકેય પોઝિટિવ કેસ નોંધાયો નહતો.
મીઠીરોહરમાં કિશોર સ્વાસ્થ્ય દિવસ ઉજવાયો
મીઠીરોહરના સબસેન્ટર ઇન્દિરાનગર ખાતે તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. સુતરીયા, મેડિકલ ઓફિસર ડો. ચેતનાબેન ના માર્ગદર્શન હેઠળ કિશોર સ્વાસ્થ્ય દિવસ ઉજવાયો હતો. જેમાં હેલ્થ કાઉન્સેલર કાંતિભાઈ જેપાર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર રેખાબેન, એમ.પી.એચ.ડબલ્યુ જયદીપભાઇ, આશાબહેનો અને કિશોર-કિશોરીઓ હાજર રહ્યા. જેમાં, કિશોરાવસ્થામાં થતા પરિવર્તનો અને સમસ્યાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.