ભચાઉ તાલુકાના ચાંદ્રોડી ગામની સીમમાં આવેલી પવનચક્કીમાંથી 1 માસ પહેલાં 90 હજારનો કેબલ ચોરી કરનાર ગત રાત્રે બીજી વખત ચોરીના ઇરાદે આવ્યા તો જોઇ ગયેલા ચોકીદારે બે વીરુધ્ધ નામજોગ અને એક અજાણ્યા સહિત ત્રણ વીરુધ્ધ ગુનો નોંધાવ્યો હતો.
શિકારપુર ખાતે રહેતા અને એન.બી. અર્બન સિક્યુરિટી સર્વિસમાં ચોકિદાર તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય શેરમામદ આમદભાઇ ત્રાયાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, આજથી એકાદ માસ પહેલાં ચાંદ્રોડી ગામની સીમમાં આવેલી પવનચક્કી ન઼બર જીએનએ-13 માંથી મધરાત્રે રૂ.90,000 ની કિંમતના 200 મીટર કેબલની ચોરી થઇ હતી. જે ચોરી બાબતે મુદ્દામાલ બાબતે તપાસ જાતે કરતા હોઇ પોલીસને જાણ કરાઇ ન હતી. ત્યારબાદ તપાસમાં આ ચોરીને મોથાળાવાંઢનો અભરામ મુસા સમા અને લાકડીયાના ઇરફાન શેરમામદ રાયમાએ અંજામ આપ્યો હોવાની ખાતરી થઇ હતી.
ગત રાત્રે બે વાગ્યાના અરસામાં તેઓ તેમના પુત્ર જાનમામદ શેરમામદ ત્રાયા તથા જાસીદ રમઝાન ત્રાયા આ જ પવનચક્કી પાસે પહોંચ્યા ત્યારે ત્રણ ઇસમો પવનચક્કીના થાંભલામાં કંઇક કરતા હોવાનું જણાતાં ટોર્ચની લાઇટ ચાલુ કરતાં ત્રણે ભાગી ગયા હતા પરંતુ તેઓ અભરામ મુસા સમા અને ઇરફાન શેરમામદ રા.માને ઓળખી ગયા હતા પણ ત્રીજા અજાણ્યા ઇસમને ઓળખી શક્યા ન હતા. તેમણે લાકડીયા પોલીસ મથકે આ ત્રણે વિરુધ્ધ એક માસ પહેલા થયેલી ચોરી અને ગત રાત્રે કરેલા ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.