દબાણો દૂર:ડીબીઝેડના દબાણો પર બુલડોઝર ફેરવાયું

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર સમક્ષ અરજી કરવામાં આવી હતી : 8 ઝુંપડા, 2 દૂકાન જમીનદોસ્ત
  • પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ આગળ ધપી રહી છે : અન્ય દબાણો પણ દૂર કરવામાં આવશે

ગાંધીધામ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના પ્રવેશદ્વાર પાસે થયેલા લારી-ગલ્લાના 200 દબાણો હટાવવામાં આવ્યા હતા. ઉપરાંત અન્ય દબાણો પણ ટ્રાફિકને અડચણરૂપ હોય કે અન્ય ટાગોર રોડ જેવા સ્થળો પર હોય તે દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ડીબીઝેડ નોર્થમાં દબાણ હોવાને લઇને કેસ ચાલતો હતો. જે નિકળી ગયા પછી આસામી દ્વારા કલેક્ટરને અરજી કરાઇ હતી અને ત્યાર બાદ એસડીએમના હુકમ પછી આજે 8 ઝુંપડા અને 2 દુકાનો અંદાજે ચારેક કલાકના ઓપરેશનમાં જમીનદોસ્ત કરાઇ હતી.

શહેરમાં દબાણ હટાવ ઝું બેશને વધુ વેગ આપવા માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. જે તે સ્થળો પર થતા દબાણો દૂર કરવા પાલિકા કાર્યવાહી કરે છે. પરંતુ કેટલાક દબાણો હજુ પણ જોવા મળી રહ્યા છે. ભાજપના જ આગેવાનોના આર્શિવાદથી મુખ્ય બજાર સહિતના સ્થળો પર કેટલાક દબાણો થયા છે અને આર્કેટમાં પણ દબાણો કરીને જગ્યા પર પેશકદમી કરી દીધી હોય તેવા સ્થિતિના પગલે અવરજવર કરવી લોકોને મુશ્કેલ બની રહી છે.

બુધવારે સવારના સમયે ડીબીઝેડ નોર્થમાં પાલિકાના દબાણ શાખાનો કાફલો ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડાની સૂચનાના પગલે ત્રાટક્યો હતો. પ્રાંત ઓફિસરના આદેશથી દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું. જોકે, સામાન્ય રકઝકને બાદ કરતાં વિરોધનો સામનોે કરવો પડ્યો હોય તેવું જણાયું નથી.

અન્ય સમાચારો પણ છે...