તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસલામતી:G5 કેટેગરીમાં હોવા છતાં બિલ્ડીંગને તોડવામાં ગલ્લાતલ્લા

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂકંપમાં ખસ્તાહાલ શીવશક્તિ એપાર્ટમેન્ટને ડિમોલીશ કરવામાં વિલંબથી અનેક માથે જોખમ
  • ડેપ્યુટી ક્લેક્ટરે મૌખીક, લેખીત સુચના આપ્યા છતા નગરપાલિકાની ઢીલી નીતીના કારણે થતો વિલંબ ચીંતાજનક

ગાંધીધામના સેક્ટર 1 વિસ્તારમાં આવેલી શીવ શક્તિ ઈમારત કચ્છમાં 2001માં આવેલા ગોઝારા ભુકંપમાં ખસ્તાહાલ થઈ ગઈ હતી. ત્યારબાદ થયેલા સર્વેક્ષણમાં આ બિલ્ડીંગને જી5 એટલે જે તોડવા લાયક ઈમારતની કેટેગરીમાં સુચીત કરાઈ હતી. પરંતુ આજદીન સુધી તેને ડિમોલેશ કરાઈ નથી. તો હાલ આવતા આંચકા અને વરસાદની સીઝનના કારણે બાજુમાંજ આવેલી હોસ્પિટલ સહિતના રહેવાસીઓમાં આ બાબત ચીંતાનો સબબ બન્યો છે. તો શું પાલિકા હવે કોઇ દુર્ઘટના થવાન રાહ જોઇ રહ્યુ છે? તે પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. શીવશક્તિ એપાર્ટમેન્ટ ઈમારતમાંથી મહતમ રહેવાસીઓ નિકળી ચુક્યા છે તો હાલમાં એકાદ બે લોકો જીવના જોખમે તેમા રહેવાસ કરે છે. આ ઈમારતની બિલ્કુલ બાજુમાં ગાંધી હોસ્પિટલ આવેલી છે તો પાછળથી તરફ ઘરો આવેલા છે. આ બંન્ને સ્થળોએ કોઇ પણ સમયે 30 જેટલા લોકો હોય છે ત્યારે હાલમાં આવી રહેલી ચોમાસાની સીઝનમાં જો કોઇ દુર્ઘટના બને તો તે માટે કોણ જવાબદાર બનશે તે યક્ષપ્રશ્ન બન્યો છે. આ અંગે સ્થાનિકો અને નગરસેવકો દ્વારા પણ વારંવારની રજુઆતો કરાઈ છે, તો ડે. ક્લેક્ટર અંજાર પ્રાંત દ્વારા પણ લેખીત અને મૌખીક આદેશ નગરપાલિકાના ચીફ ઓફિસર, પોલીસને અપાઈ ચુક્યા હોવા છતાં બાબતની ગંભીરતાને ધ્યાને રાખીને યુદ્ધના ધોરણે થવું જોઇતું કાર્ય હજી સુધી થઈ શક્યું નથી. જેના કારણે આસપાસના લોકોને જાણે માથે મોત જંબુળાતુ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.

CO, મામલતદાર અને પોલીસને સુચના અપાઈ : ડે. ક્લેક્ટર
આ અંગે અંજાર પ્રાંત અધિકારી ડો. વીમલ જોશીએ જણાવ્યું હતું કે આ ઈમારતને તોડવા માટે મૌખીક અને લેખીત સુચનાઓ ગાંધીધામ નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર અને બી ડિવિઝન પોલીસને કાયદો વ્યવસ્થા જળવાય અને તે કાર્ય પુર્તી માટે યોગ્ય સહયોગ અપાય તે માટે અપાઈ ચુકી છે.

પોલીસને પત્ર પાઠવાયોેઃ પાલિકા
આ અંગે ડેમીલીશ વિભાગના લોકેશ શર્માએ જણાવ્યું કે ઈમારત બહાર નોટિસ ચીપકાવી દેવાઈ છે તો એસપી, પોલીસ, પ્રાંતને પત્ર પણ પાઠવી દેવાયો છે. આમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને જાનહાની થાય તે પહેલા કાઢવા માટેના પગલા લેવાઈ રહ્યા છે. તો સબંધીત પીડ્બ્યુડી વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.

જોખમી ઈમારતની લગોલગજ છે હોસ્પિટલ
આ જોખમી ઈમારતની લગોલગજ ગાંધી હોસ્પિટલ આવેલી છે. જેના ડો. રાજેશ ગાંધીએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ન અંગે વિવિધ સ્તરીય રજુઆતો અને પ્રયાસો કરાઈ રહ્યા છે, પણ છેલ્લે જવાબદારી નગરપાલિકાના સ્તરે જઈને અટકેલી છે. ત્યાંથી પ્રક્રિયાઓનો દોર ખુબ ધીમો ચાલતો હોય તેવું પ્રતિત થઈ રહ્યુ છે. હાલ આવી રહેલા ભુકંપના આંચકાઓ અને વરસાદની સીઝનના કારણે આસપાસ રહેતા લોકોમાં ચીંતા વધવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...