ભુજ:આતંકી ગતિવિધિ સાથે જોડાયેલા સંદિગ્ધના ભાઈને કચ્છથી ઉઠાવાયો

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ એટીએસએ એક વર્ષ બાદ ફરી માર્યો ગાંધીધામનો ચક્કર

4 વર્ષે અગાઉ મુંબઈ એટીએસની ટીમે ધસી આવીને એક યુવાનને ઉઠાવી જતા ચકચાર મચી ગઈ હતી. જે તે સમયે દાવો કરાયો હતો કે તે યુવાન મુળ મુંબઈનો રહેવાસી હતો અને છેલ્લા કેટલાક સમયથી ગાંધીધામ આવ્યો હતો, તથા તેનો આતંકી ગતીવીધી સાથે સીધી રીતે જોડાયેલા લોકો સાથે ચેટ કર્યા સહિતના આરોપો સર અટકાયત કરાઈ હતી. હવે તેના ભાઈને પણ ઉઠાવી લેવામાં આવતા કઈ દિશામાં તપાસનો દોર લંબાઈ રહ્યો છે તેને લઈને અચરજ વ્યાપ્યું છે. 

અગાઉ સમન્સ આપીને પુછપરછ માટે મુંબઈ બોલાવાયો હતો
પાકિસ્તાન રહીને ભારતમાં સ્લીપર સેલને સક્રિય રાખવામાં મહત્વપુર્ણ ભુમિકા જે તે સમય ભજવનાર ડેવડીવાલાના સંપર્કમાં આવનાર મુંબઈના ફૈઝલ અને તેના મીત્ર એટલે અલ્લારખા 2016માં મુંબઈથી ગાંધીધામ આવી ગયો હતો. એટીએસની ટીમે આખી ટીમને શીર્ષથી પકડી પાડતા તેનો દાયરો ગાંધીધામ સુધી લંબાયો હતો અને 2016માં એટીએસની ટીમે ગાંધીધામ ધસી આવીને અલ્લારખાને ઉપાડી મુંબઈ લઈ ગઈ હતી. જેના મોબાઈલમાંથી મુંદ્રા પોર્ટના ફોટાઓ પણ મળ્યાનું ત્યારબાદ ખુલવા પામ્યું હતું. આ પ્રકરણમાં આરોપીના ભાઈ સરફરાઝને ગત વર્ષે સમન્સ પાઠવીને બોલાવાયો હતો, પરંતુ બુધવારે તેને ગાંધીધામથી ઉઠાવી લેવાયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું, જોકે તેને સતાવાર સમર્થન મળ્યું નહતું. 

અન્ય સમાચારો પણ છે...