તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કિડાણામાં ગટરમાં ફેંકેલો પુત્રીનો મૃતદેહ છ કિ.મી. દૂર કાસેઝ પાસેથી મળી આવ્યો

ગાંધીધામ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગટરની લાઇનમાંથી મળી આવેલો પુત્રીનો મૃતદેહ - Divya Bhaskar
ગટરની લાઇનમાંથી મળી આવેલો પુત્રીનો મૃતદેહ
 • 12મીના કાચબો લેવા જવાનું કહી હત્યા કરી બાદ માતા-પુત્રીના મૃતદેહને ગટરમાં ફેંકયા હતા
 • 24 કલાકથી વધુ સમય થયા છતાં માતાનો મૃતદેહ મળ્યો નહીં : પોલીસે નગરપાલિકાની માગી હતી મદદ

ગળપાદર જેલ પાછળ સમજુતી કરારથી રહેતા ઇસમે માતા અને પૂત્રીને તા.12/2 ના કીડાણા લઇ જઇ ધોકા વડે મોતને ઘાટ ઉતારી બન્નેના મૃતદેહ ગટરમાં ફેંકી દીધા બાદ મૃતદેહ શોધવા પોલીસે નગરપાલિકાના ચિફ ઓફિસરને લેખિત જાણ કરી મદદ માગ્યા બાદ કીડાણા થી છ કિલોમીટર કાસેઝના લાલગેટ સુધી ઉંડાણ પૂર્વકની તપાસ બાદ ગત સાંજે પૂત્રીનો મૃતદેહ મળ્યો હતો જોકે હજી માતાનો મૃતદેહ મળ્યો નથી. આરોપી સંજયસિંગ દર્શનસિંગ ઓજલા જાટ 41 વર્ષીય રજિયા ઉર્ફે સીમરન સાથે 2008-09 થી ગાંધીધામ વસવાટ કરતો હતો. તે રજિયા ઉર્ફે સિમરનની બે પુત્રીઓનો પાલક પિતા હતો.

મૃતક રજિયા ઉર્ફે સિમરન અને પુત્રી સોનિયાની ફાઇલ તસવીર
મૃતક રજિયા ઉર્ફે સિમરન અને પુત્રી સોનિયાની ફાઇલ તસવીર

આ સંજયસિંગે તા.12/2 ના બપોરે ઘરે આવીને રજિયા અને 13 વર્ષીય સોનિયાને બાઇક પર બેસાડી કીડાણાના જંગલમાં કાચબા લેવા જવાનું કહી લઇ ગયા બાદ ધોકા વડે માતા-પુત્રીને મોતને ઘાટ ઉતારી ગટરમાં ફેેંકી દીધો હોવાની ફરિયાદ મૃતક રજિયાની પુત્રી સરોજ ઉર્ફે રેશ્માએ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવ્યા બાદ મૃતદેહ શોધવા પોલીસે તજવીજ હાથ ધરી હતી પરંતુ મૃતદેહ ગટરમાં ફેંકી દીધા હોવાનું જાણાવાતાં પોલીસે નગરપાલિકાના ચિફ ઓફિસર દર્શનસિંહ ચાવડાને લેખિતમાં રજુઆત કરી મદદ માગતાં પાલીકાના લોકેન્દ્ર શર્મા અને ગાયત્રીપ્રસાદ જોષી કામદારોને લઇ કીડાણાથી ગટરની ચેમ્બો ખોલીને તપાસમાં લાગ્યા હતા જેમાં ગત સાંજે 13 વર્ષીય સોનિયાનો મૃતદેહ કાસેઝના લાલ ગેટ પાસેથી મળ્યો હતો. બે દિવસની મથામણ પછી એક મૃતદેહ મળ્યો પરંતુ માતા રજિયાબેનનો મૃતદેહ હજી સુધી હાથ લાગ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો