ગાંધીધામના ચાવલા ચોકમાં આવેલી લોહાણા મહાજન વાડી પાછળના ભાગે રસ્તા પરથી 65 વર્ષીય અજ્ઞાત વૃધ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. તો ખોડિયારનગરમાં રહેતા પ્રૌઢે ગળે ફાંસો ખાઇ લઇ આયખું ટુંકાવી લીધું હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.
એ-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, ચાવલા ચોકમાં આવેલી લોહાણા મહાજન પાછળના રસ્તા પરથી ગત મધરાત્રે આશરે 65 વર્ષના લાગતા અજ્ઞાત વૃધ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. જે રામબાગ હોસ્પિટલ લઇ અવાયા બાદ તપાસ કરતાં તેમના શરિરે કોઇ ઇજા કે ઘાના નિશાન જોવા ન મળ્યા હોવાનું અને મોત કુદરતી હોવાનું તબીબે જણાવી પોલીસને વિગતો આપતાં એ-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ આર.એમ.બરાડીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
તો શહેરના ખોડિયારનગરમાં રહેતા 58 વર્ષીય હરગોવિંદ મોહનલાલ ગોટવાલે આજે બપોરે 2 વાગ્યા થી 3 વાગ્યા દરમિયાન કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે રસ્સી બાંધી ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવી લીધું હોવાની જાણ એ-ડિવિઝન પોલીસ મથકે થતાં આ પ્રૌઢે કયા કારણોસર આ અંતિમ પગલું ભરી લીધુ઼ તે જાણવા પીએસઆઇ આર.એમ.બરાડીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.