તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવારમાં માતમ:સામખિયાળીના તળાવમાં ઝંપલાવનાર પ્રૌઢનો મૃતદેહ 24 કલાક બાદ મળ્યો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાપર STના એટીઆઇએ માનસિક અસ્વસ્થતાને કારણે ગત સવારે પડતું મુક્યું હતું

સામખિયાળીના તળાવમાં ગત સવારે ઝંપલાવનાર ગાગોદર રહેતા રાપર એસટીના 55 વર્ષી એટીઆઇનો મૃતદેહ 24 કલાક બાદ તળાવમાંથી મળી આવ્યો હતો. મુળ ફુલપરા ગામના અને હાલે રાપરના ગાગોદર ખાતે રહેતા 55 વર્ષીય કાનજીભાઇ જોધાભાઇ ભલાણી(કોલી) એ ગત સવારે સામખિયાળીના તળાવમાં ઝંપલાવ્યું હોવાની જાણ થયા બાદ ગાંધીધામ ઇઆરસી સહીતની ટીમો શોધખોળમાં જોતરાઇ હતી ગઇકાલે આખો દિવસ મહેનત બાદ સફળતા મળી ન હતી.

આજે સવારે ફરી શોધખોળ શરૂ કરાઇ હતી જેમાં સવારે 7 વાગ્યે હતભાગી પ્રૌઢનો મૃતદેહ 24 કલાક બાદ મળી આવ્યો હતો. કાનજીભાઇ રાપર એસટી ડેપોમાં એટીઆઇની પોસ્ટ પર કાર્યરત હતા પરંતુ તેઓ છેલ્લા એક વર્ષથી માનસિક અસ્વસ્થ રહેતા હતા. તેમણે સ્વૈચ્છિક નિવૃતિની અરજી પ કરી હતી અને ઘણા દિવસથી રજા પર ઉતરી ગયા હતા. તેમની માનસિક અસ્વસ્થતા માટેની સારવાર પણ ચાલુ હતી. તેઓ ગાગોદરથી ગાંધીધામ દવા લેવા ગયા બાદ પરત ફરતી વખતે તેઓ સામખિયાળી રહેતા પુત્રને ત્યાં રોકાયા હતા.

જ્યાંથી વહેલી સવારે તેઓ નિકળી ગયા બાદ પરિવાર તેમની શોધખોળ કરી રહ્યો હતો ત્યારે તળાવ પાસેથી તેમના ચપ્પલ મળી આવતાં તળાવ પાસે જ આવેલી ઓસવાળ સમાજવાડીના સીસી ટીવી કેમેરાના ફૂટેજ તપાસતાં તેમાં કાનજીભાઇ તળાવમાં જતા દેખાય છે પણ પરત આવતા દેખાતા આ બાબતે તાત્કાલિક તંત્રને જાણ કરાઇ હત. આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...