ભચાઉ તાલુકાના લગધીરવાંઢમાં રહેતો 11 વર્ષીય સવજી મકવાણા ગૂમ થયા બાદ પરિવારજનોએ સામખિયાળી પોલીસે અપહરણ કરાયું હોવાની નોંધ પણ કરાવી હતી. પરંતુ ગત સાંજે ગામ નજીક વાઘાસર તળાવમાંથી હતભાગી 11 વર્ષીય સવજીનો મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રવિણભાઇ વેલાભાઇ મકવાણાએ આ બાબતે સામખિયાળી પોલીસને જાણ કરી હતી કે તેમનો દિકરો સવજી તેના મિત્રો સાથે તળાવમાં નહાવા ગયો હતો અને ડૂબી જવાથી તેનું મૃત્યુ નિપજ્યું છે. લાકડિયા ઇન્ચાર્જ પીઆઇ વી.એલ.પરમારે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો હતો.
ભચાઉ તાલુકાના શીકરા ખાતે ગુડલક કંપનીમાં રહેતા મુળ રાજસ્થાનના 22 વર્ષીય રૂપારામ નાનરામ ગરાસિયાને ગત રાત્રે પંખો ચાલુ કરવા જતાં વીજશોક લાગતાં ભચાઉ સીએચસી લઇ જવાયા હતા પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરી આ બાબતે પોલીસને જાણ કરતાં વધુ તપાસ પીએસઆઇ એમ.એમ.જોષીએ હાથ ધરી છે.
ઘાણીથરમાં ગર્ભવતી મહિલાએ તણાવમાં ફિનાઇલ પી લીધું
રાપર તાલુકાના ઘાણીથર ગામ ખાતે 20 વર્ષીય ગર્ભવતી પરિણીતા કમીબેન રૂપાભાઇ જાદવે ટેન્શનમાં આવી જઇ પોતાના ઘરે ફિનાઇલ પી લીધું હતું જેને તેમના પતિ રૂપાભાઇ નોખાભાઇ જાદવ પલાસવા સીએચસી લઇ આવ્યા હતા જ્યાં તેઓ સારવાર હેઠળ છે. આ બાબતે આડેસર પોલીસને જાણ કરાઇ હતી. ફિનાઇલ પી લેનાર ગર્ભવતી પરિણીતાનો લગ્નગાળો 3 માસ જેટલો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવાયું હતું. વધુ તપાસ ભચાઉ વીભાગના નાયબ પોલીસ અધિક્ષક કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.