તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શંકાસ્પદ મૃતદેહ:કંડલામાં શંકાસ્પદ હાલતમાં આધેડનો મૃતદેહ મળ્યો

ગાંધીધામ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગળપાદરમાં પડી જતાં પ્રૌઢ મહિલાનું મોત

કંડલા અને ગળપાદરમાં અપમૃત્યુની બે ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે, જેમાં કંડલાની બાપટ બજારમા઼ રહેતા આધેડનું મોત શંકાસ્પદ રીતે થયું હોવાની ફરિયાદ તેના મિત્રએ નોંધાવી છે અને ગળપાદરમાં બાથરૂમમાંથી નિકળતી વખતે પડી જતાં ઇજા પામેલા પ્રૌઢ મહિલાએ પણ જીવ ગુમાવ્યો હોવાની ઘટના નોંધાઇ છે. કંડલામાં બાપટ બજાર, રેલ્વે ઝુંપડપટ્ટીમાં રહેતા 47 વર્ષિય આદમ અલી ચૌહાણનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. મુળ જામનગરના અને હાલ બાપટ બજારમાં રહેતા આધેડનું તેના મિત્ર ભુરાભાઈના ઘરે અચાનક શંકાસ્પદ રીતે મોત નિપજ્યું હતું.

બનાવ અંગે અસગર ચૌહાણે કંડલા પોલસ મથકને જાણ કરતા પોલીસે પ્રાથમિક તપાસ કરીને અકસ્માત મોતનો બનાવ દર્જ કરતા પીઆઈ એ.જી.સોલંકીએ આગળની તપાસ હાથ ધરી છે.ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગળપાદરના હાઉસિંગ બોર્ડમાં રહેતા 50 વર્ષિય શાંતાબેન પોપટભાઈ કોલી પોતાના ઘેર બાથરૂમમાં નાહીને બહાર નીકળતા પડી જવાથી માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

હતભાગીને સારવાર માટે રામબાગ સરકારી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે અકસ્માત-મોતનો ગુનો દર્જ કરતા પીએસઆઈ કે.એન. જેઠવાએ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો