તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવઢવ:કોલેજોમાં પ્રવેશની સમસ્યાના એંધાણ

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.12માં તમામ છાત્રોને પાસ કરાયા બાદ શિક્ષણનગરી આદિપુરમાં મનોમંથન
  • નવી કોલેજો શરૂ થતાં પ્રથમ વર્ષમાં છાત્રો થાળે પડશે તેવો પણ આશાવાદ

ધો.12માં તમામ છાત્રોની પરીક્ષા લેવાની નથી અને માસ પ્રમોશન અપાય તેવી સ્થિતિના પગલે હવે શિક્ષણનગરી આદિપુરની કોલેજો સહિત પૂર્વ કચ્છમાં મહાવિદ્યાલયોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશની સમસ્યા ઉદ્દભવે તેવા આસાર ઉભા થયા છે. જોકે, નવી કોલેજો શરૂ થનાર હોવાથી બહૂ મુશ્કેલી નહીં પડે તેવો આશાવાદ પણ કેટલાક વર્તૂળો રાખી રહ્યા છે. આ‌વા મિશ્ર વાતાવરણમાં પ્રવેશની સમસ્યા વકરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

શિક્ષણનગરી આદિપુરમાં શિક્ષણની સવલત ઉભી કરવા માટે સંસ્થાઓથી લઇને અન્ય ઇસ્ટીટ્યુટો દ્વારા પગલા ભરવામાં આવે છે. વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાસ સહિત અન્ય ઇજનેરી ક્ષેત્રે સિમિત મર્યાદામાં પ્રવેશની કામગીરી થતી હોય છે. દર વખતે પ્રવેશ મેળવવા માટે દોડધામ થતી હોય છે. ચોક્કસ કોલેજોમાં જ પ્રવેશ મેળવવો તે માટેના હઠાગ્રહને કારણે પણ કેટલીક વખત હાઉસફૂલના પાટીયા કોલેજોમાં લાગી જતાં હોય છે. દરમિયાન હવે ઉભી થયેલી સ્થિતિમાં જો તમામ શાસ્ત્રોને પ્રવેશ આપવાનો થાય તો શું કરવું તે અવઢવ ભરી સ્થિતિમાં કોલેજોના સંચાલકો મુકાઇ ગયા છે.

હાલ તો સરકાર શું સૂચના આપે છે તેની ઉપર મદાર રાખી રહ્યા છે. છાત્રોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું તે પાણીમાં ગયું હોવાનો મત વ્યક્ત કરીને પ્રવેશની કામગીરીમાં કયો ક્રાઇટ એરીયા અપનાવવો તે પણ નક્કી થઇ શકે તેમ નથી. નબળા છાત્રોને સમાવવા પડશે તેને લઇને કેટલીક કોલેજોના કુલ પરીણામમાં પણ અસર પડે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. જાણકાર વર્તૂળોના જણાવ્યા મુજબ તોલાણી આર્ટ્સ કોલેજમં 600 છાત્રોને પ્રવેશ અપાશે. 4ડીવીઝનમાં આ વ્યવસ્થા કરાઇ છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં એક ડીવીઝનમાં 150 છાત્રોને પ્રવેશ આપી શકાશે. જ્યારે તોલાણી કોમર્સ કોલેજમાં અંદાજે 972 જેટલા છાત્રોને સમાવવામાં આવે છે.

સૂત્રોના દાવા મુજબ પ્રથમ રાઉન્ડમાં જ આ બધી જગ્યાઓ ભરાઇ જતી હોય છે. જેને લઇને કેટલાક છાત્રો પ્રવેશથી વંચિત પણ રહેતા હોવાની ફરિયાદ ઉઠે છે. રાજાભાઇ પટેલ કોલેજમાં પણ જગ્યા છાત્રોની ભરાઇ જતી હોય છે. જોેકે બીજી બાજુ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, કચ્છ મચ્છોયા મહિલા કોલેજ નવી શરૂ થઇ હતી જેમાં આ વખતે છાત્રોને વધુ પ્રવેશ મળી શકશે. આવી રીતે માંડવી, બિદડા, ભુજની કોલેજોમાં પણ વધારો થયો છે. જેને લઇને વધારાના છાત્રોને પ્રવેશ મળશે તેવો પણ દાવો થઇ રહ્યો છે. હાલ કોલેજના વર્તૂળો માર્ગદર્શનની રાહમાં અવઢવભરી સ્થિતિમાં છે.

પ્રવેશ માટે કસોટી લેવાશે?
જે તે કોલેજોમાં પ્રવેશ ઇચ્છુક છાત્રોની પ્રથમ કસોટી લેવી જોઇએ. જેથી તેમાં સફળ થયેલા છાત્રોને પ્રવેશ આપી શકાય. જોકે, તેની સામે પણ વાંધો ઉપડી શકે તેમ છે કારણ કે, પ્રવેશ આપવા માટે કસોટી લેવી કેટલી યોગ્ય ગણી શકાય. આ અવઢવભરી સ્થિતિ જણાઇ રહી છે.

ITI વોકેશનલ કોષમાં પણ પ્રવેશ વધશે
સામાન્ય રીતે અગાઉ થયેલી પ્રવેશની કામગીરી પર નજર નાખવામાં આવે તો આઇટીઆઇના કેટલાક કોષ વોકેશનલ કોષ અને ડિપ્લોમાં સહિતની કેટલીક બેઠકો જે તે કોલેજમાં ખાલી રહેતી હોય છે. આવા ચિત્રને કારણે આ વખતે આવી કોઇ સમસ્યા નહીં થાય અને આ ક્ષેત્રે પણ તમામ બેઠકો ભરાઇ જાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

વિજ્ઞાનમાં પ્રેક્ટીકલ કેવી રીતે લેવા
વિજ્ઞાન પ્રવાહમાં જોવામાં આવે તો પ્રેક્ટીકલ લેવામાં આવતા હોય છે. જેમાં 150ને બદલે 200 છાત્રોને માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. એક બેંચના 45 જેટલા છાત્રોને જો પ્રેક્ટીકલ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે તો પણ વર્ગ ખંડની ક્ષમતા સહિતના મુદ્દે પ્રશ્નો ઉભા થઇ શકે તેમ છે. બે શીફ્ટમાં જો કોલેજો શરૂ કરવામાં આવે તો પ્રાધ્યાપકોના પગારથી લઇને અન્ય પ્રશ્નો પણ ઉભા થઇ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...