તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:188 કરોડનું બજેટ મંજુર કરવા ભાજપને મુશ્કેલી નહીં પડે

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાની સભામાં બહૂમતિનું હથિયાર અજમાવાશે?
 • ભાજપે બોર્ડ પહેલા બોલાવાતી સંકલનની બેઠક ન બોલાવી

ગાંધીધામ નગરપાલિકામાં યોજાયેલી ચૂંટણી પછી હવે પ્રમુખ- ઉપપ્રમુખની વરણી બાદ પ્રથમ વખત સભા બોલાવવામાં આવી છે. તા.31મીના રોજ બોલાવવામાં આવેલી સભામાં નિયમ મુજબ નવા નાણાંકીય વર્ષનું બજેટ મંજુર કરવામાં આવશે. 188 કરોડના બજેટને મંજુર કરવા ભાજપ જરૂર પડ્યે બહૂમતિનું શસ્ત્ર અજમાવશે જ્યારે વિપક્ષે પણ હાલ જે રીતે વાતાવરણમાં ગરમી વધી રહી છે તેવી રીતે બજેટની કેટલીક ખામીઓ પર પ્રકાશ ફેંકીને તેનો જવાબ માંગી નવા નિશાળીયા સત્તાધિશોને ભીંસમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. સામાન્ય રીતે દર વખતે સામાન્ય સભા પહેલા ભાજપની સંકલનની બેઠક પક્ષના કાર્યાલયે મળતી હોય છે. પરંતુ આ વખતે આવી કોઇ બેઠક બોલાવવામાં આવી નથી. જેને લઇને ભાજપમાં જ કચવાટ જાગ્યો છે.

અધ્યક્ષ સ્થાને પ્રમુખ તરીકે ચૂંટાયા પછી ઇશીતા ટિલવાણી પ્રથમ વખત બેસશે. સાથે સાથે ઉપપ્રમુખ બળવંત ઠક્કર તેમને જરૂર પડે માર્ગદર્શન આપે તેવી શક્યતા છે. કારોબારીના ચેરમેન હજુ વરાયા ન હોવાથી મંચ પર બેસે કે કેમ તે એક પ્રશ્ન છે. જોકે, પક્ષના નેતા પણ મંચ પર સાથે બેસી ન શકે. પરંતુ ભાજપે નવી પરંપરા ઉભી કરી છે. તે યથાવત રહે છે કે કેમ? તે કહી શકાય તેમ નથી. ભાજપમાં જોવામાં આવે તો ખુરશીની ખેંચતાણમાં આગેવાનો વ્યસ્ત રહેતા હોવાથી શહેરના વિકાસને અસર પડે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. કારણ કે એક જૂથ બીજા જુથની ખેંચતાણમાં દોડધામ કરી રહ્યું નથી.

સમિતિઓમાં પણ સ્થાન મેળવવા હીલચાલ કરી રહ્યા છે. જ્યારે અગાઉની પરંપરા મુજબ આદિપુરને મહત્વનું સ્થાન મળવું જોઇએ તેમાં પણ આ વખતે બાદબાકી કરીને માત્ર એક જ પક્ષના નેતાનો હોદ્દો અપાયો છે. જેને લઇને પણ કચવાટ છે જ્યારે એકને એક વોર્ડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઇ છે. તેને લઇને પણ ભાજપમાં હજુ ઉભરો શમ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો