જન્મદિવસની ઉજવણીનો દોર:સેવામાં મોખરે રહેલા ગાંધીધામની ભાજપ પ્રદેશ નેતાએ પીઠ થાબડી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપમાં મોદીનાં જન્મદિવસ ની ઉજવણીનો દોર

મોદીના જન્મ દિન નિમિતે સેવા અને સમપર્ણ કાર્યક્રમ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમોની ઉજવણીનો આરંભ કરવામાં આવી રહ્યો છે. આજે નગરપાલિકાના સુંદરપુરી વોટર વર્કસ (પાણીના ટાંકા) ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપનાં ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઇ પટેલ, સહ પ્રભારી મિતેશભાઈ ચૌધરી, માલતીબેન મહેશ્વરી, પાલિકાના પ્રમુખ ઇશિતાબેન ટીલવાણી, પંકજભાઇ ઠકકર, દેવજી ભાઈ આહીરની ઉપસ્થિતિ નેતાઓનું ફૂલ અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું તથા ઉપસ્થિતના હસ્તે અનાજની કીટ વિતરણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સાત વર્ષ પૂરા કરી ઉત્તમ કાર્ય સેવાકીય પ્રવૃતિઓ થઈ રહી છે અને એ બાબતે ગાંધીધામ ભારતીય જનતા પાર્ટી અગ્રેસર છે. આ પ્રસંગે સહ પ્રભારી ચૌધરી, ધારાસભ્ય પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સંચાલન વિજયસિંહ જાડેજાએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...