તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગાઈડલાઈનનો ભંગ:એમ્યુઝમેન્ટ પાર્કમાં ભાજપે સામાજિક અંતરનો છેદ ઉડાડ્યો

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડો. બાબા સાહેબની પુણ્યતિથીએ કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા
 • પાર્કના લોકાર્પણ વખતે કેમ સામાજિક અંતર યાદ આવ્યું હતું ?

ગાંધીધામમાં અંદાજે ત્રણેક વર્ષેથી ચર્ચાના ચકડોળે ચડેલા અને ભાજપના અંદરો અંદરના ખટપટના કારણે અટવાયેલા 4.60 કરોડના ખર્ચે બનાવેલા એમ્યુઝમેન્ટ પાર્કનું લોકાપર્ણ થોડા સમય પહેલાજ સામાજિક અંતર જાળવીને કાર્યકરો તો ઠીક પરંતુ આ વિસ્તારના નગરસેવકોને પણ બોલાવ્યા વગર આટોપી લેવામાં આવ્યું હતું. જે તે સમયે આ પ્રશ્ન હોટ ટોપીક બન્યો હતો. જ્યારે બીજી બાજુ ગઈકાલે ડો. બાબાસાહેબ આંબેડકર 64મી પુણ્યતિથીએ આજ પાર્કમાં અંદાજે 40 થી 50 આગેવાનોએ એકત્ર થઈને સામાજિક અંતર જાળવવાનું ટાળતા ભાજપમાંજ પ્રશ્ન ઉઠ્યો છે.

ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નીમીતે સંકુલમાં જુદા જુદા સંગઠનો દ્વારા તેમને યાદ કરીને હારારોપણના કાર્યક્રમો કર્યા હતા. આવીજ રીતે એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ થોડા સમય પહેલા ડો. બાબાસાહેબ આંબેડકરનું તૈલ ચીત્ર મુકવામાં આવ્યું હતું. સરકાર ભલે કોરોના સામે લડત આપવા સામાજિક અંતરનું પણ હથીયાર સજાવવા લોકોને શીખામણ આપે છે, પરંતુ રાજકીય પક્ષો આ મુદો અવાર નવાર ભુલી જતા હોય તેમ જણાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો