ધરપકડ:આદિપુર બસ સ્ટેશન પાસેથી બાઇક ચોરનાર પકડાઇ ગયો

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા.14-11ની ઘટના 15ના નોંધાઇ 16ના ભેદ ઉકેલાયો

આદિપુર બસ સ્ટેશન પાસેથી તા.14/11 ના રાત્રે ચોરી થયેલી બાઇક સાથે સ્થાનિક પોલીસે એકઆરોપીને ચોરાઉ બાઇક સાથે પકડી લઇ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી લીધો હતો.

આ બાબતે ઇન્ચાર્જ પીઆઇ સી.ટી.દેસાઇએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.14/11 ના રાત્રેઅંજારના વીડી ગામ ખાતે રહેતા અનિલ ગોવિંદભાઇ ઝાઝા આદિપુર બસ સ્ટેશન પાસે રાત્રે 10:45 વાગ્યાના અરસામાં બાઇક પાર્ક કરી જમવા ગયા હતા પોણો કલાક બાદ તેઓ પરત ફર્યા ત્યારે બાઇક ન મળતાં આ વાહન ચોરી થયું હોવાની ફરિયાદ તેમણે તા.15/11 ના રોજ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પેટ્રોલિંગ દરમિયમાન તેમને ખાનગી રાહે બાતમી હકિકત મળી હતી કે આ ચોરાઉ બાઇક સાથે એક ઇસમ આદિપુરમાં છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી કિડાણા રહેતા અલ્તાફ ઉર્ફે કારો રમઝાન કકલને આદિપુર પાસેથીચોરાઉ રૂ.35,000 ની કિંમતના બાઇક સાથે પકડી લઇ ગણતરીના કલાકોમાંઆ વાહન ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઇ સાથે એએસઆઇ ભુપેન્દ્રસિંહ જાડેજા, હેડકોન્સ્ટેબલ અંકિત ચૌધરી, દિનેશ પરમાર, કોન્સ્ટેબલ વનરાજસિંહ દેવલ, ધર્મેન્દ્રસિંહ સોઢા સહિતની ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...